________________ રહેલા, દેશના દ્વારા સર્વ જીવોના હિતમાં પ્રવૃત્ત, અત્યંત મનોહર, જીવોની શારીરિક અને માનસિક પીડાઓના પરમ ઔષધ, સર્વ સંપત્તિઓના અવંધ્ય બીજ, ચક્ર આદિ 1008 સર્વશ્રેષ્ઠ, અતુલ માહાત્મવાળા, દેવતાઓ, વિદ્યાસિદ્ધો અને મહાયોગીઓને પણ વંદનીય અને ‘વરેણ્ય' આદિ શબ્દોથી વાચ્ય એવા શ્રી જિનેન્દ્ર પરમાત્માના રૂપનું ધ્યાન કરવું જોઈએ.’ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગશાસ્ત્ર પ્રકાશના-૯ના શ્લોક-૧ થી 7 માં ભગવંતના રૂપસ્થ ધ્યાનનું વર્ણન આ રીતે છે : મોક્ષ લક્ષ્મીની સન્મુખ થયેલા, જેમણે ઘાતકર્મનો નાશ કર્યો છે એવા, ચતુર્મુખ, સર્વ જગતને અભય આપનારા, ચંદ્રમંડલ સમાન ત્રણ છત્રથી શોભતા, પ્રકાશમાન ભામંડલની શોભા વડે સૂર્યને પણ જીતતા, દિવ્ય દુંદુભિઓનો ધ્વનિ જેઓના સામ્રાજ્યની સંપત્તિઓનું ગાન કરી રહેલ છે એવા, રણ પણ કરતા ભ્રમરોના ઝંકાર ધ્વનિથી વાચાળ થયેલ અશોક વૃક્ષથી શોભતા, સિંહાસન પર વિરાજમાન, ચામરોથી વીંઝાતા, નમન કરતા સુરો અને અસુરોના મુકુટમણિઓની પ્રભાથી જેઓનાં ચરણના નખોની કાંતિ દીપ્તિમાન બની છે એવા, જેઓની પર્ષદાની ભૂમિ દેવતાઓએ વિરચેલ પુષ્પપ્રકરો વડે વ્યાપ્ત છે અને કરોડો દેવતાઓ, દાનવો, માનવો, તિર્યંચો, વાહનો વડે સંકીર્ણ (ખીચોખીચ ભરાયેલી છતાં કોઈને પણ બાધા ન થાય તેવી) છે એવા, ઊંચી થયેલી ડોકવાળાં પશુઓ વડે જેમનાં દિવ્ય ધ્વનિનું અમૃતપાન કરાઈ રહ્યું છે એવા, જેઓના જન્મજાત વૈર શાંત થઈ ગયાં છે એવા હાથી, સિંહ, ઉદર, બિલાડી, સર્પ, નોળિયો વગેરે જેઓનાં સંનિધાનની સમુપાસના કરી રહેલાં છે એવા; સમવસરણમાં વિરાજમાન, પરમ પરમેષ્ઠી સર્વ અતિશયોથી સંપન્ન અને કેવલજ્ઞાનથી સૂર્ય સમાન તેજસ્વી એવા શ્રી અરિહંત ભગવંતના રૂપનું આલંબન લઈને જે ધ્યાન કરાય છે તે રૂપસ્થ ધ્યાન છે.” આ રીતે શ્રી અરિહંત ભગવંતનાં ધ્યાનમાં અનેક વર્ણનો શાસ્ત્રોમાં મળે છે. તે બધાં જ વર્ણનમાં 34 અતિશયો અને 8 મહાપ્રાતિહાર્યોને સૌથી વધારે મહત્ત્વનું સ્થાન છે. ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનાં વર્ણનોમાં શાસ્ત્રોમાં સર્વત્ર અરિહંતના 12 ગુણોનું જ વર્ણન આવે છે. ભગવંતમાં વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા આદિ અનંત ગુણો હોવા છતાં તેમાંના એકનો પણ અહીં પ્રધાન રૂપમાં ઉલ્લેખ ન કરતાં અશોક વૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યો અને પૂજાતિશય આદિ ચાર અતિશયોનો જ ઉલ્લેખ મળે છે. એ જ બતાવે છે કે આ બાર ગુણોમાં-પ્રાતિહાર્યો અને અતિશયોમાં કાંઈક મહાન રહસ્ય છે. વીતરાગતા વગેરે કોઈ પણ આંતરિક ગુણને ન ગણાવતાં સૌથી પહેલાં અશોક વૃક્ષને અરિહંતના અતિશયો