________________ મુનિએ દેવપ્રસાદને કહેલી ધ્યાનવિધિ આ રીતે છે : શુચિ શરીર અને માનસિક પ્રસન્નતાથી યુક્ત ધ્યાતા પવિત્ર સ્થાનમાં - 1. સુખપૂર્વક પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસે. 2. સમુચિત પર્યકાસન વગેરે આસન દ્વારા શરીર સ્થિર કરે. 3. ધ્યાનમાં અનુપયોગી એવા મન, વચન અને કાયાના યોગોનો વિરોધ કરે. 4. નેત્ર નિમીલિત (બંધ) રાખે અથવા નાસાગ્ર દષ્ટિ કરે. પ. ઉચ્છવાસ અને નિશ્વાસને મંદ કરે 6. પોતે પૂર્વે કરેલાં પાપોની ગહ કરે. 7. સર્વ પ્રાણીને ખમાવે. 8. પ્રમાદને દૂર કરે. 9 શ્રી જિનેશ્વર ભગવંતના ધ્યાન માટે એકાગ્રચિત્તવાળો થાય. 10. શ્રી ગણધર ભગવંતોનું સ્મરણ કરે. 11. શ્રી સદ્ગુરુઓનું સ્મરણ કરે. તે પછી આ રીતે ચિંતન કરે : 1. સમવસરણ માટેની ભૂમિ વાયુકુમાર દેવતાઓ શુદ્ધ કરે છે. 2. તે ભૂમિને મેઘકુમાર દેવતાઓ ઉત્તમ સુગંધી પાણી વડે સીચ છે. 3. તે ભૂમિમાં ઋતુ દેવતાઓ ઢીંચણ સુધી પુષ્પો વરસાવે છે. 4. વૈમાનિક દેવતાઓ ત્યાં મણિઓનો પહેલો પ્રાકાર (ગઢ) બનાવે છે. 5. જ્યોતિષ્ક દેવતાઓ સોનાનો બીજો ગઢ બનાવે છે. 9. ભવનપતિ દેવતાઓ રૂપાનો ત્રીજો ગઢ બનાવે છે. 7. મધ્યભાગમાં દેવતાઓ અશોક વૃક્ષ, પાદપીઠથી યુકત ચાર સિંહાસન. ત્રણ છત્ર વગેરેની રચના કરે છે. 8. દેવતાઓ સમવસરણમાં તોરણો, વાપીઓ, પતાકાઓ, ધર્મધ્વજ વગેરેની રચના કરે છે. તે પછી દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે ધ્યાન કરે : 1. ભગવંત વ્યંતર દેવતાઓએ રચેલાં સુવર્ણ કમળોની કર્ણિકામાં પગ મૂકતાં મૂકતાં પધારી રહ્યા છે. 2. દેવતાઓ ભગવંતને ચામર વીંઝી રહ્યા છે અને "જય જય" શબ્દની ઘોષણા કરી રહ્યા છે. 3. ભગવંતની આગળ ચાલતા ઇન્દ્રો માર્ગમાં રહેલા લોકોને બાજુએ કરી રહ્યા છે. અરિહંતના અતિશયો 227