________________ દેવતાઓ આકાશમાં ઊંચેથી દુંદુભિનો નાદ કરે છે. તે નાદ સર્વ દિશાઓમાં વ્યાપી જાય છે. આ અતિશયનું સંપૂર્ણ વર્ણન સાતમું પ્રાતિહાર્ય જે દેવદુંદુભિ, તેના વર્ણનમાં આપેલ છે. દેવકૃત તેરમો અતિશય વાયુનું અનુકૂલ થવું વતોડનુન: | वात: सुखत्वाद् अनुकूलो भवति / ભગવંતના પ્રભાવથી પવન અનુકૂલ થાય છે, સૌને સુખકારક લાગે તે રીતે વહે છે. ભગવંત જ્યારે વિચરતા હોય છે, ત્યારે પવન ભગવંતની સામેથી વાતો નથી, કિન્તુ ભગવંતની પાછળથી વાય છે. તેથી તે અનુકૂલ કહેવાય છે. શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - હે નિર્મલ ન્યાયના પરમાધાર ! પુણ્યથી પાંચ ઇન્દ્રિયોને પામેલા એવા તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓ આપની સમીપતામાં દુઃશીલ-પ્રતિકૂળ કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે, કારણ કે એકેન્દ્રિય એવો પવન પણ આપની હાજરીમાં પ્રતિકૂળતા (પ્રતિકૂળ વહન)નો ત્યાગ કરે છે. | "હે દેવ ! આપ વિચરતા હો ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય." "હે ભગવનું ! આપના પ્રભાવથી એકેન્દ્રિય જીવો પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તો પછી પંચેન્દ્રિય જીવો વિનયને ધારણ કરે, એમાં શું આશ્ચર્ય છે ?" શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે - सीयलेणं सुहफासेणं सुरहिणा मारुएणं जोयणपरिमंडलं सव्वओ समंता संपमज्जिइ / સંવર્તક નામના શીતલ, સુખસ્પર્શવાળા અને સુગંધિ પવનથી એક યોજન પ્રમાણ ભૂમિ સર્વ બાજુએથી શુદ્ધ થાય છે. આની વ્યાખ્યા કરતાં પ્રવચન-સારોદ્ધારની ટીકામાં અને ઉપદેશ-પ્રાસાદમાં કહ્યું છે કે - 1. અ. ચિ. કાં. 1 શ્લો. 92. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 62. સ્વ. ટી. 3. વી. સ્વ. પ્ર. 4 ગ્લો. 12 વીવ. અવ. 4. સૂત્ર-૩૪, અતિશય-૧૬. 5. પ્ર. સારો. ગા, 449 ટી. 6. ઉપ. પ્રા. ભાષા. વ્યા, 1. 232 અરિહંતના અતિશયો