________________ દેવકૃત નવમો અતિશય ચૈત્યવૃક્ષ (અશોકવૃક્ષ) ચંદુ: | चैत्याभिधानो गुमोऽशोकवृक्षः स्यात् / ' ચૈત્ય નામનો વૃક્ષ, જે ચૈત્યવૃક્ષ કહેવાય છે, તે દેવતાઓ રચે છે. તે અશોકવૃક્ષ પણ કહેવાય છે. આ અતિશયનું સંપૂર્ણ વર્ણન પ્રથમ મહાપ્રાતિહાર્ય અશોકવૃક્ષના વર્ણનમાં આપેલ છે. દેવકૃત દશમો અતિશય કાંટાઓનું અધોમુખ થવું अधोवदना कण्टकाः / કાંટાઓ નીચે મુખવાળા થઈ જાય છે. જે માર્ગથી ભગવંત વિહરતા હોય છે તે માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ એટલે કે નીચી અણીવાણા થઈ જાય છે, તેથી તે કોઈને પણ વાગતા નથી. શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - "હે સ્વામિનું ભવ્ય સત્ત્વોને સંસારથી મુક્ત કરવા માટે આપ જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યારે સર્વ પ્રકારના કાંટાઓ અધોમુખ થઈ જાય છે. દુર્જનોનાં મુખ પણ નીચાં થઈ જાય છે. કાંટાઓ અને દુર્જનોની એ અધોમુખતા જોતાં એવું લાગે છે કે કષાયરૂપ કંટકથી રહિત આપનું મુખ જોતાં જ કાંટાઓ અને દુર્જનો પોતાનું મુખ આપને બતાવી શકતા ન હોવાથી જાણે અધોમુખ-નીચા મુખવાળા ન થયા હોય અને પાતાલમાં ઊંડે અદશ્ય થઈ જવા ન માગતા હોય ! હે દેવ ! આપ સર્વજ્ઞ હોવાથી દુર્જનોનાં સર્વ પાપોને સાક્ષાત્ જુઓ છો. તેથી આપની સામે આવતાં દુર્જનોને શરમ આવે છે. તેથી જ જાણે તેઓનું મુખ નીચું થયું ન હોય ! હે નાથ ! શું પ્રખર તેજવાળા સૂર્યની સામે અંધકારના સમૂહો અથવા ઘુવડ આદિ પક્ષીઓ આવી શકે ?" 1. અ. ચિ. કાં. 1 ગ્લો. 62. 2. અ. ચિ. કાં. 1 શ્લો. ૯ર, સ્વો, ટી. 3. અ. ચિ. કાં. 1 શ્લો. ૬ર. 4. વી. સ્ત. પ્ર. 4 ગ્લો, વીત. અવ. 5. સંસ્કૃત ભાષામાં કંટક શબ્દ દુર્જનના અર્થમાં પણ વપરાય છે. 230 અરિહંતના અતિશયો