________________ 4. ભગવંત પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે. તે પછી આ રીતે ધ્યાન કરે : 1. ભગવંત સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. 2. અન્ય ત્રણ દિશાઓમાં દેવતાઓએ રચેલાં ભગવંતનાં પ્રતિરૂપ છે. 3. હર્ષથી પુલકિત ઇન્દ્રો રત્નના દંડવાળા અતિ શ્વેત ચામરો વીંઝી રહ્યા છે. 4. ચારે દિશાઓમાં ભવ્ય જીવો પોતપોતાને ઉચિત સ્થાને બેસી ગયા છે. પ. અનેક પ્રકારનાં તિર્યંચોના સમૂહો સમવસરણના બીજા વલયમાં છે. તે બધા પરસ્પર વૈરનો ત્યાગ કરી. શાંત રસમાં તરબોળ બની ભગવંતની દેશના સાંભળી રહ્યા છે. તે પછી સમવસરણની મધ્યમાં કલ્પવૃક્ષ અને ત્રણ છત્ર નીચે સિંહાસન પર વિરાજમાન ભગવંતનું આ રીતે ધ્યાન કરે : 1. એકીસાથે એક જ સમયે ઉદયને પામેલા બાર સૂર્યોના સમૂહ સમાન દેદીપ્યમાન શરીરવાળા. 2. સર્વ સુંદર જીવો કરતાં અનંતગણ અધિક રૂપવાળા. 3. અનાદિ મહવૃક્ષના મૂળથી નાશ કરનારા. 4. રાગરૂપ મહારોગનો નાશ કરનારા. 5. ક્રોધરૂપ અગ્નિને બુઝવનારા. 6. સર્વ દોષોનાં અવંધ્ય ઔષધ. 7. અનંત કેવલજ્ઞાન વડે સર્વવસ્તુઓના પરમાર્થને જાણનારા. 8. દુસ્તર ભવસમુદ્રમાં પડેલા જીવોનો ઉદ્ધાર કરવા માટે અચિંત્ય સામર્થ્યવાળા. 9. લોક પુરુષના મસ્તકમણિ. 10. ત્રણે લોકના પરમગુરુ. 11. ત્રણે લોકવડે નમન કરાએલા. 12. ત્રણે લોકને તારનાર માહાત્મવાળા. 13. જીવોના ઉપકારમાં તત્પર. 14. વિશ્વોપકારક ધર્મને કહેતા. 15. લોકનાં સર્વ પાપોનો નાશ કરતા. 16 જીવોને માટે સર્વ સંપત્તિઓનાં મૂળ કારણ. 17. સર્વ લક્ષણોથી સંપન્ન. 18. સર્વોત્તમ પુણ્યાનુબંધી પુણ્યથી નિર્મિત દેહવાળા. 228 અરિહંતના અતિશયો