________________ 19. જીવોનાં મોક્ષનું પરમ સાધન. 20. પરમ યોગીઓનાં મનને પ્રસન્ન કરનારા. 21. જન્મ, જરા. રોગ વગેરેથી રહિત. 22. સિદ્ધ હોવા છતાં પણ જાણે ધર્મ માટે જ કાયામાં રહેલા. 23. હિમ, હાર કે ગાયનાં દૂધ જેવા નિર્મલ. 24. કર્મ સમૂહોનો નાશ કરનારા. આ પ્રમાણે ધ્યાન નિશ્ચલ ચિત્તથી ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ સામે હોય તેવા ભાસે. તે પછી - 1. ઘૂંટણ ભૂમિ પર રાખી અત્યંત ભક્તિપૂર્વક નમેલા શીર્ષ વડે પરમાત્માના ચરણયુગલનો સ્પર્શ કરવો અને પોતાનો આત્મા પરમાત્માના શરણે છે, એમ ભાવવું. 2. વાસક્ષેપ આદિથી સામે ભાસતા પરમાત્માની ભાવનાથી સર્વાગ પૂજા કરવી-પોતે વાસક્ષેપ વગેરેથી જાણે પૂજા કરતા હોય તેમ ભાવવું. 3. ચૈત્યવંદન કરવું. બોધિલાભ આદિ માટે પ્રાર્થના કરીને ધ્યાને સમાપ્ત કરવું. આ રીતે ધ્યાનની પ્રક્રિયા બતાવીને મુનિ દેવપ્રસાદને કહે છે કે - આ પ્રમાણે નિત્ય ધ્યાનાભ્યાસ કરવાથી એકાગ્ર ચિત્તવાળા તે સાધકને - 1. ભગવંતનાં રૂપ વગેરે તથા તેમનાં ગુણોનું અનુભવપૂર્ણ જ્ઞાન થાય છે. 2. સંવેગની વૃદ્ધિ વડે કર્મક્ષય થાય છે. 3. સુદ્રજનો કશું જ બગાડી શકતા નથી. 4. વચનસિદ્ધિ મળે છે. 5. રોગો નાશ પામે છે. 6. ધનને ઉપાર્જન કરવાના ઉપાયો અત્યંત સફળ થાય છે. 7. સૌભાગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. 8. મનુષ્યો અને દેવતાઓનાં ઉત્તમ સુખો તથા મોક્ષનું સુખ અનુક્રમે વિના વિલંબે પ્રાપ્ત થાય છે.' આ રીતે ધ્યાનવિધિ અને તેનાં ફળો બતાવ્યા પછી અંતે મુનિ દેવપ્રસાદને કહે છે કે - "હે દેવાનુપ્રિય ! જો કલ્યાણની કામના હોય તો પરમગુરુપ્રણીત આ ધ્યાન વિધિનો તમે સારી રીતે આદરપૂર્વક અભ્યાસ કરો." 1. ધ્યાનના ફળોનું આ વર્ણન સામાન્ય છે, બાકી તો સમવસરણમાં વિરાજમાન, જગતના સર્વ જીવોના યોગ અને ક્ષેમના વિધાયક શ્રી જિતેન્દ્ર પરમાત્માના આ ધ્યાનથી સર્વ દુઃખો સ્વયં ટળે છે અને સર્વ પ્રશસ્ત સુખો પોતાની મેળે આવીને સાધકને પ્રાપ્ત થાય છે, એ વાત નિઃસંદેહ છે. અરિહંતના અતિશયો 29