________________ तीर्थकरा हि सर्वत: सम्मुखा एव, न तु पराङ्मुखाः क्वापि' / - તીર્થકરો સર્વ રીતે સંમુખ જ હોય છે, પણ ક્યાંય પણ પરાક્ખ હોતા નથી. સારાંશ કે ભગવંતનો આગળનો ભાગ જ દેખાય, પણ પીઠ દેખાય નહિ. ભલે ભગવંતની સન્મુખ અવસ્થાનાં અને ચારમાંથી એક જ શરીરનાં દર્શન સમવસરણમાં થાય તો પણ જ્યારે જ્યારે ભગવંતનું રૂપસ્થ ધ્યાન કરવામાં આવે ત્યારે ત્યારે તે ચારે મુખનું જ ધ્યાન કરવું જોઈએ. યોગશાસ્ત્ર વગેરેમાં આ ધ્યાનના નિરૂપણમાં - " તુક્ષય ધ્યાને" એમ કહેલ છે. સમવસરણમાં વિરાજમાન ચતુર્મુખ ભગવંતના ધ્યાનથી અંતરાયકર્મનો ક્ષય વગેરે અનેક લાભો થાય છે. એ માટે શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત કરિપાસનાદર માં શિવદત્ત મંત્રીના પુત્ર દેવપ્રસાદનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. સંક્ષેપમાં તે આ રીતે છે : શિવદત્ત નામનો રાજમંત્રી છે. તે દારિદ્ર ને રાજાના અપમાનથી પીડાય છે. મંત્રીનાં કુટુંબમાં મંત્રી પોતે, મંત્રીની પત્ની, પુત્ર દેવપ્રસાદ તથા તે પુત્રની પત્ની, એમ ચાર જણ છે. શિવદત્તને એક વખત જ્ઞાની મુનિનો યોગ થાય છે. તે પોતાનાં દારિદ્ર વગેરેનાં કારણ તે મુનિને પૂછે છે અને મુનિ તેમનાં પૂર્વભવનું વૃત્તાંત જણાવતાં કહે છે કે - "પૂર્વકૃત સાધારણ (સાથે કરેલાં) કર્મોનાં કારણે તમને બધાને એક કુટુંબ મળ્યું છે. તમારા બધાંમાં દેવપ્રસાદનું અંતરાયકર્મ બહુ ભારી છે. તેથી તમો બધાને આ દરિદ્રતા. રાજાપમાન વગેરે પ્રાપ્ત થયાં છે." દેવપ્રસાદ મુનિનાં ચરણોમાં પડે છે અને અંતરાયકર્મને જલદીથી ખપાવવાના ઉપાયને પૂછ છે. તે વખતે મુનિ સમવસરણમાં રહેલા ચતુર્મુખ ભગવંતનું ધ્યાન બતાવે છે. કેવળ અંતરાય જ નહીં કિન્તુ સર્વ કર્મવૃક્ષોને મૂળથી ઉખેડી નાખવા માટે આ ધ્યાન પ્રચંડ વાયુ સમાન છે. એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે. મુનિની દેશના પછી દેવપ્રસાદ જેમાં ધ્યાન એ જ પરમાર્થ છે, એવા શ્રાવકધર્મને સ્વીકાર છે. પ્રસ્તુત ધ્યાનના પ્રકર્ષના પ્રભાવથી દેવપ્રસાદનાં અંતરાય વગેરે કર્મો ક્ષીણ થાય છે. તે રાજાનું બહુમાન પામે છે અને સાથે સાથે ઉત્તમ સમૃદ્ધિને પણ પામે છે. ધ્યાનના પ્રભાવથી બીજી ધર્મારાધનામાં પણ તેનો વિકાસ ઘણો જ થાય છે. તે વધુને વધુ ધર્મ આરાધે છે. તેનો વૈરાગ્ય વધે છે, તે દીક્ષા લે છે અને આરાધના દ્વારા ઉત્તમ સદ્ગતિને પામે છે. 1. પ્ર. 3. ગ્લો. 1 અવ. 2. યોગશા. પ્ર. 9 શ્લો. 1. 3. યોગશા. અષ્ટમ વિ. પૃ. 218 224. 226 અરિહંતના અતિશયો