________________ ભગવંતનું રૂપ જગતમાં સૌથી સુંદર હોય છે. જગતના બીજા સૌંદર્યવાળા દેવતાઓ વગેરે સર્વ જીવોના સૌંદર્ય વગેરેનો એક પિંડ કરવામાં આવે તો પણ તેના કરતાં અનંતગુણ સૌંદર્ય વગેરે ભગવંતના પગના અંગૂઠાના અગ્રભાગનું હોય છે. જેના પગના અંગૂઠાનું આવું સૌંદર્ય છે. આવું તેજ છે, આવી કાંતિ છે, આવી દીપ્તિ અને લાવણ્ય વગેરે છે. તેનાં સર્વ અંગોનાં સૌંદર્ય વગેરે જેવાં હશે ! ત્રણે કાળના બધા જ દેવતાઓ ભેગા થાય અને ભગવંત જેવું બીજું રૂપ પોતાની સર્વ શક્તિથી સર્જવા લાગે, તો પણ કદાપિ સર્જી ન શકે. ભગવંતની હાજરી વિના તે સર્જન ન જ થઈ શકે. જ્યારે ભગવંતની હાજરી માત્રથી ભગવંતના અતિશય રૂપે એક જ વ્યંતર દેવતા ભગવંતનાં ત્રણ રૂપ સર્જી શકે; એક જ દેવતામાં તે શક્તિ આવી જાય છે કે જે શક્તિ સર્વ દેવતાઓમાં પણ હોતી નથી. આનું જ નામ દેવકૃત અતિશય આ અતિશય ચતુર્મુખતા રચે છે દેવતાઓ, પણ અતિશય છે ભગવંતનો. આથી એ પણ સમજાય છે કે ભગવંતના સંનિધાન માત્રથી એક જ દેવતામાં તેવી શક્તિ આવી જાય છે કે જે શક્તિ ત્રણે કાળના સર્વ દેવતાઓ વગેરેમાં પણ કદાપિ હોતી નથી. આ બધો જ પ્રભાવ ભગવંતની શુદ્ધિ અને પુષ્ટિનો છે. શુદ્ધિ એટલે ઘાતિકર્મથી રહિત ભગવંતનું શુદ્ધ આત્મસ્વરૂપ અને પુષ્ટિ એટલે મહાનમાં મહાન પુણ્યાનુબંધ પુણ્યરૂપ જે તીર્થકર નામકર્મ, તેના લોકોત્તર પુણ્યાણુઓનો સંચય. ભગવંતના ઘાતકર્મના ક્ષય જેવો ક્ષય બીજા જીવોમાં હોતો નથી. કારણ કે ભગવંતના ઘાતિકર્મનો ક્ષય તે અતિશય છે, જ્યારે બીજા કેવલીઓનો ઘાતિકર્મ ક્ષય તે અતિશય નથી. ઘાતિકર્મનો ક્ષય થતાં જ ભગવંતને કર્મક્ષયજ અગિયાર અતિશય પ્રગટ થાય છે. જયારે બીજા કેવલીઓને તે હોતા નથી. એથી પણ ભગવંતનો ઘાતિકર્મ ક્ષય સર્વ જીવોના ઘાતિકર્મ ક્ષય કરતાં વિલક્ષણ છે. એથી ભગવંતના આત્માની શુદ્ધિ લોકોતર છે. એવી જ રીતે પુષ્ટિ પણ લોકોત્તર છે. સમવસરણમાં ભગવંત ચતુર્મુખ હોવા છતાં દરેક જીવન ભગવંતનું એક જ મુખ દેખાય, કોઈ પણ જીવને બે-ત્રણ કે ચાર મુખ ન દેખાય. આ પણ ભગવંતનો અતિશય જ છે. પૂર્વ દિશા સિવાયના ત્રણ મુખ દેવકૃત હોવા છતાં કોઈને પણ એવો ભાસ ન થાય કે આ ભગવાન નથી, આ પણ ભગવંતનો જ અતિશય છે. જે જે પ્રકારના ઉચ્ચાર વગેરે પૂર્વ દિશાના મુખમાંથી નીકળતા દેખાય તેવા જ પ્રકારના સર્વ ભાવો બાકીના દરેક મુખ સંબંધિ હોય છે. આ પણ ભગવંતનો જ અતિશય છે. તાત્પર્ય કે આને સર્વાભિમુખત્વ પણ કહેવામાં આવે છે, એટલે કે ભગવંત સૌને સદા અભિમુખ જ હોય છે. એટલે કે સામે મુખવાળા હોય છે. કોઈને પણ પરાક્ષુખ હોતા નથી. એથી જ વીતરાગ સ્તવની અવચૂરિમાં કહ્યું છે કે -- અરિહંતના અતિશયો