________________ ગુણોથી સહિત ભગવંતને ચિતવતા રહો, તો તમને અલ્પ કાળમાં જ સમજાશે કે ભગવંતનું સ્વરૂપ પૂર્વે જે આપણે માનતા હતા તે કરતાં ઘણું જ જુદું છે. આ બાર ગુણો તે ભગવંતનું શુભાનુબંધિ ઐશ્વર્ય' છે. આવા ઐશ્વર્યનું ધ્યાન ધ્યાતાને ઈશતાનું ભાજન (ઈશ્વર, ઋદ્ધિમાન, સમર્થ) બનાવે છે. શ્રી ભુવનસુંદરસૂરિ મહારાજા શ્રી નિરાકનીમાનપાર્શ્વનાથબિનસ્તવન માં કહે છે કે - सालत्रयान्तरतिशुभ्रतरातपत्रं, सिंहासनस्थममरेश्वरसेव्यमानम् / त्वां भासुरातिशयमाशयदेशमध्ये, ध्यायनरो भवति भाजनमीशतायाः / / હે દેવાધિદેવ ! સમવસરણમાં ત્રણ ગઢની મધ્યમાં સિંહાસને વિરાજમાન, અત્યંત શુભ ત્રણ છત્રવાળા, દેવેન્દ્રોથી સેવાતા અને દેદીપ્યમાન અતિશયોવાળા આપનું હૃદયકમળની કર્ણિકામાં ધ્યાન કરનાર મનુષ્ય ઈશ્વરતાનું ભાજન થાય છે - પરમેશ્વર બને છે. ભગવંતના આ બાહ્ય ઐશ્વર્યને પણ જે નહિ સમજે તે અંતરંગ કેવલજ્ઞાનાદિ અનંત ઐશ્વર્યને કેવી રીતે સમજી શકશે ? આ બાહ્ય ઐશ્વર્ય લૌકિક નથી લોકોત્તર છે. જેમ ઐશ્વર્ય બે પ્રકારનું છે : લૌકિક અને લોકોત્તર, તેમ તેના દર્શનથી જીવોના હૃદયમાં ઉત્પન્ન થતું આશ્ચર્ય પણ બે પ્રકારનું છે : લૌકિક આશ્ચર્ય અને લોકોત્તર આશ્ચર્ય. ભગવંતનું લોકોત્તર ઐશ્વર્ય લોકોત્તર ચમત્કાર-આશ્ચર્યને ઉત્પન્ન કરનારું હોવાથી, તે ઉપેક્ષણીય નથી પણ ધ્યેય છે. જે લોકોત્તર ઐશ્વર્યા વિનાના હોય, તે અરિહંત પણ હોતા નથી. તેથી ઐશ્વર્ય વિનાના અરિહંતનું ધ્યાન તે ભાવનિક્ષેપથી અરિહંતનું ધ્યાન જ નથી. સમવસરણમાં ભગવંતને જોઈને જીવોનાં હૃદયમાં થયેલ લોકોત્તર ચમત્કાર તેમાં ધર્મશ્રવણની યોગ્યતા ઉત્પન્ન કરે છે. આ ચમત્કારનું માહાભ્ય વર્ણવતાં શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - ___ लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः / ' આ પંક્તિની અવસૂરિમાં કહ્યું છે કે - लोकशब्देन लोकमध्यस्थिता हरिहरादिदेवा ज्ञायन्ते, तेभ्य उत्तीर्णस्तै: कदाचिन कृत इति लोकोत्तरः स चासौ चमत्कारश्च तत्करणशीला / 1. શુભાનુબંધિ ઐશ્વર્યનું વર્ણન લલિતવિસ્તરાના આધારે આઠ પ્રાતિહાર્યોના વર્ણનમાં આપેલ છે. 2. મંત્ર, ચિંતા, પૃ. ૧૫૧-૫ર. 3. વી. સ. પ્ર. 2, શ્લો. 8. પર અરિહંતના અતિશયો