________________ કોઈની પણ હોતી નથી. અંધકારનો સંપૂર્ણ રીતે નાશ કરનારી જેવી પ્રભા દિનકર (સૂર્ય)ની હોય તેવી વિકસ્વર એવા પણ ગ્રહગણોની ક્યાંથી હોય ? આ રીતે પ્રાતિહાર્યાદિ લક્ષ્મીને ઉદ્દેશીને અનેક મહાપુરુષોએ શું શું કહ્યું છે, તેનો એક વિશાળ ગ્રંથ થઈ શકે તેમ છે. સ્થળસંકોચને કારણે અહીં ફક્ત થોડાંક જ અવતરણો આપ્યાં છે. સૌથી સુંદર વર્ણન શ્રી મહાનિશીથ સૂત્રમાં પ્રાપ્ત થાય છે, તે આ રીતે : ભગવંતનાં અત્યંત કાંત (મનોહર), દીપ્ત (દેદીપ્યમાન) અને ચારુ (સુંદર) પગના અંગૂઠાના અગ્રભાગનું પણ રૂ૫ એટલું બધું અતિશયવાળું હોય છે કે સૂર્ય જેમ દશે દિશાઓમાં સ્કુરાયમાન પોતાનાં કિરણોના તેજ વડે સર્વ ગ્રહો, નક્ષત્રો, ચન્દ્ર અને તારાઓના સમૂહનાં તેજને ઢાંકી દે છે, તેમ તે પગના અંગૂઠાના અગ્રભાગના સૌભાગ્ય વગેરેની આગળ વિદ્યાધર દેવીઓ, દેવેન્દ્રો, અસુરેન્દ્રો વગેરે સર્વ દેવોનાં સૌભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય વગેરે સર્વ રૂપલક્ષ્મી નિસ્તેજ બની જાય છે. આ મહાન રૂપલક્ષ્મી સ્વાભાવિક, કર્મક્ષયજ અને દેવકૃત એવા પ્રવર, નિરુપમ, અસામાન્ય વિશેષ અતિશયો, દેહ ઉપરનાં 1008 લક્ષણો વગેરેનું દર્શન થતાં જ ભવનપતિ- વાણવ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક-અહમિન્દ્ર-ઇન્દ્ર-કિન્નર-વિદ્યાધર વગેરે સર્વ દેવદેવીઓને એમ થઈ જાય છે કે - __'अहो अहो अहो अज्ज अदिट्ठपुव्वं दिट्ठमम्हेहिं, इणमो सविसेसाउलमहंताचिंतपरमच्छेरयसंदोहं समकालमेवेगटुं समुइयं दिटुं / ' અહો ! અહો !! અહો !!આજે અમે પૂર્વે કદી પણ ન જોયું હોય એવું જોયું ! આ - તો અત્યંત વિશિષ્ટ પ્રકારનાં, અતુલ્ય, મહાન અને અચિંત્ય એવા પરમ આશ્ચર્યોનો સમૂહ એક જ કાળે એક જ જગ્યાએ એકત્ર થયેલ અમે જોયો ! આ વિચારની સાથે જ તે દેવદેવીઓને તે જ ક્ષણે ઘન (ગાઢ), નિરંતર, વિપુલ પ્રમોદ થાય છે. એ વખતે તેઓને હર્ષ, પ્રીતિ, અનુરાગ વગેરેથી પવિત્ર એવાં નવી નવી આત્મવિશુદ્ધિના વિશેષ પરિણામો જાગે છે. તે પરિણામોના આવેગમાં તેઓ એકબીજાને આ અતિશયો અને પ્રાતિહાર્યો વિશે કહે છે કે - “ખરેખર આ મહાન મહોત્સવ છે ! 1. ગાથા-૩૩, 44 ગાથાના સ્તોત્રની અપેક્ષાએ. 2. વિશેષ માટે જુઓ ન. સ્વા. પ્રા. વિ. રિમનિસીદસુત્તાસંમો પૃ. 45 46. આ સંપૂર્ણ સંદર્ભ વિશેષ જિજ્ઞાસુઓ માટે અવશ્ય વાંચવા જેવો છે. 72 અહિંતના અતિશયો