________________ ભગવંતનું શરીર સર્વ જીવોનાં શરીર કરતાં અત્યંત વિલક્ષણ હોય છે. કેટલાક તીર્થકરોનું શરીર પ્રિયંગુ વૃક્ષ સમાન નીલ વર્ણનું, કેટલાકનું સુવર્ણ સમાન પીત, કેટલાકનું પદ્મરાગ મણિ સમાન લાલ અને કેટલાકનું અંજન સમાન શ્યામ વર્ણનું હોય છે. આ ઉપમા પણ સમજાવવા માટે જ છે. બાકી તો શ્વેતવર્ણના એક જ શ્રી તીર્થંકર ભગવંતનું રૂપ એવું હોય છે કે તેની આગળ બધા જ સ્ફટિક મણિઓ ઝાંખા પડી જાય. સ્ફટિક મણિ કરતાં અનંતગુણ ઉજ્વલતા તેમાં હોય છે. બીજા વર્ષોના વિષયમાં પણ એ જ રીતે સમજી લેવું. ભગવંતમાં પરમાત્મ તત્ત્વ અંતર્ગત હોય છે, તેને ભલે કોઈ જાણે કે ન જાણે, પણ જ્યાં ભગવંતનાં રૂપ ઉપર દૃષ્ટિ પડી, ત્યાં જ જોનારનું અંતઃકરણ પરમ અભુત રસથી સર્વ રીતે વાસિત થઈ એકદમ ભગવંત તરફ આકર્ષિત થઈ જાય છે. ભગવંતનું રૂપ જ એવું દિવ્યાતિદિવ્ય હોય છે કે જોનારની દૃષ્ટિ તે રૂપમાં તરત જ નિમગ્ન થઈ જાય. સમવસરણમાં બેઠેલા બધા જ જીવો ભગવંતના રૂપ ઉપર સ્થિર દૃષ્ટિવાળા થઈ જાય, એમાં જરા પણ આશ્ચર્ય નથી. સમવસરણમાં આવેલા ભવ્ય જીવો પણ એવું વિશિષ્ટ પુણ્ય કરીને આવેલા હોય છે કે તેઓ એ દિવ્ય વાતાવરણ જોઈ શકે. ભગવંતનું અદ્ભુત રૂપ, અતિશય, પ્રાતિહાર્યો, પર્ષદા, દિવ્યવાણી વગેરે બધી જ વસ્તુઓ સમવસરણમાં એક એવું વાતાવરણ સર્જે છે, કે તેમાં આવેલા જીવને પરમ સુખ, શાંતિ, સ્વસ્થતા, સમાધિ વગેરેનો અનુભવ થાય. આવો અનુભવ ભગવંતની વાણીને ઝીલવા માટે જરૂરી હોય છે અને વાણી પોતે પણ એ અનુભવને ઉત્તેજિત કરનારી હોય છે. ધર્મનું જેવું મૂર્તિમાન ભવ્ય સ્વરૂપ સમવસરણમાં વિદ્યમાન હોય છે, તેવું મહાન સ્વરૂપ અન્યત્ર કોઈ પણ કાળમાં જોવા મળે નહીં. સમવસરણમાં બધું જ લોકોત્તર હોય છે. જગતનાં સર્વ આશ્ચર્યા જ્યાં એકસાથે જોવા મળે તેનું જ નામ સમવસરણ ! જગતનાં બીજાં આશ્ચર્યો તો એવાં હોય છે કે જીવને શાંતરસ સિવાયના બીજા રસોમાં લઈ જાય, જ્યારે સમવસરણની પ્રત્યેક વસ્તુ શાંતરસનું મૂર્તિમાન રૂપ હોઈ જીવોમાં શાંતરસની નિરંતર વૃદ્ધિ કરનાર હોય છે. 2. લોકોત્તર સુગંધવાળું શરીર : જે વિશેષતાઓ આપણે ભગવંતનાં રૂપમાં જોઈ ગયા તે બધી જ ગંધના વિષયમાં પણ ઉચિત રીતે સમજી લેવી. ભગવંત જે પુણ્ય કરીને આવેલા છે, તે પુણ્ય જ એવું છે કે જગતના અન્ય કોઈ પણ જીવમાં તે હોય નહીં, એટલું જ નહીં પણ જગતના સર્વ જીવોનાં પુણ્યનો સરવાળો કરવામાં આવે તો પણ તે ભગવંતના પુણ્યના અનંતમા ભાગે પણ ન અરિહંતના અતિશયો 87