________________ તે પછી ભવનપતિ દેવતાઓ ભૂમિથી દશ હજાર પગથિયાં ઊંચો ચાંદીની પ્રાકાર (ગઢ) બનાવે છે. એક એક પગથિયું એકેક હાથ ઊંચુ અને પહોળું હોય છે. આ રીતે આ ગઢ જમીનથી અઢી હજાર ધનુષ એટલે સવા ગાઉ ઊંચો હોય છે. આ ગઢની ભીંતો પાંચસો ધનુષ ઊંચી અને 33 ધનુષ + 32 અંગુલ પહોળી હોય છે. તે ગઢની ભીંતો ઉપર ઉત્તમ પ્રકારની કાંતિવાળા સોનાના કાંગરા હોય છે. તે ગઢને રત્નના ચાર દરવાજા હોય છે. દરેક દરવાજા ઉપર સુંદર પૂતળીઓ હોય છે. દરેક દરવાજા ઉપર મગરના ચિહ્નવાળી ધજાઓથી અંકિત ત્રણ મણિમય તોરણો હોય છે. દરેક દ્વારે ધજાઓ, અષ્ટમંગલ, પુષ્પમાળાઓ, કળશો અને વેદિકા હોય છે. દરેક દ્વારે ઉત્તમ પ્રકારના દિવ્યધૂપને વિસ્તારતી ધૂપ-ઘટીઓ હોય છે. આ ગઢના ખૂણેખૂણે મીઠાં પાણીવાળી મણિમય પગથિયાંવાળી વાવો હોય છે. આ ગઢને પૂર્વ ધારે તુંબરુ નામનો દેવ, દક્ષિણ દ્વારે ખાંગી નામનો દેવ, પશ્ચિમ દ્વારે કપાલી નામનો દેવ અને ઉત્તર દ્વારે જટામુકુટકારી નામનો દેવ દ્વારપાળ તરીકે હોય છે. તેમાં તુંબરૂ નામનો દેવ ભગવંતનો પ્રતિહાર કહેવાય છે, કારણ કે ભગવાન પૂર્વ તરફના દ્વારથી ગઢ ઉપર ચડે છે. આ પહેલા ગઢમાં ચારે બાજુ પ્રતર=સમતલ ભૂમિભાગ 5) ધનુષ પ્રમાણ હોય છે, આ ગઢમાં વાહનો હોય છે અને સમવસરણમાં આવતાં અને સમવસરણમાંથી જતાં દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પણ જતાં આવતાં હોય છે. તે 50 ધનુષ પ્રતરના અંતે બીજા ગઢના પગથિયાંની શરૂઆત થાય છે. તે પગથિયાં એક હાથ ઊંચા અને એક હાથ પહોળાં હોય છે. તે પગથિયાં પાંચ હજાર હોય છે. તેટલાં પગથિયાં ચડ્યા પછી બીજો સુંદર આકારવાળો ગઢ આવે છે. બીજો પ્રાકાર જ્યોતિષી દેવતાઓ ઉત્તમોત્તમ સુવર્ણથી રચે છે. તેને અનેક પ્રકારનાં રત્નમય દેદીપ્યમાન કાંગરાઓથી સુંદર બનાવે છે. ગઢની ઊંચાઈ વગેરે પ્રથમ ગઢની માફક જાણવાં. ચારે દ્વારની રચના પણ તે મુજબ જ સમજી લેવી. તે ગઢના પૂર્વ ધારે જયા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે. તે શ્વેત વર્ણની જ હોય છે અને તેમના બંને હાથ અભયમુદ્રા વડે શોભતા હોય છે. દક્ષિણ દ્વારે વિજયા નામની બે દેવીઓ દ્વારપાલિકા હોય છે. તેઓ રક્તવર્ણની હોય છે. તેમના હાથમાં અંકુશ હોય છે. પશ્ચિમ દ્વાર અજિતા નામની બે દેવીઓ હોય છે. તેઓ પીત વર્ણની હોય છે અને તેમના હાથમાં પાશ હોય છે. ઉત્તમ હારે અપરાજિતા નામની બે દેવીઓ હોય છે. તેઓના વર્ણ નીલ હોય છે અને હાથમાં મકર (?) હોય છે. 1. બીશ નહિ' એમ હાથના વિશિષ્ટ આકાર વડે દર્શાવવું, તે અભયમુદ્રા છે. 220 અરિહંતના અતિશયો