________________ બીજા ગઢનો પ્રતર સમતલ ભૂમિભાગ પાંચસો ધનુષ હોય છે. આ બીજા ગઢમાં સિંહ. વાઘ, હરણ, મોર વગેરે તિર્યંચો (પશુપક્ષીઓ) હોય છે. આ ગઢમાં ઈશાન ખૂણે મનોરમ દેવછંદો દેવતાઓ રચે છે. પ્રથમ પહોરે દેશના આપ્યા પછી દેવતાઓથી સેવાતા એવા ભગવંત ત્યાં આવીને બેસે છે. બીજા ગઢના પ્રતરના અંતે ત્રીજા ગઢનાં પગથિયાંની શરૂઆત થાય છે. તે પગથિયાં પાંચ હજાર હોય છે. તેનું માપ પણ પૂર્વની જેમ જ જાણવું. તે પગથિયાં ચડ્યા પછી ત્રીજો ગઢ આવે છે. ત્રીજો રત્નમય ગઢ વૈમાનિક દેવો બનાવે છે. તેને ઉજ્વલ મણિના કાંગરા હોય છે. આ ગઢની ઊંચાઈ વગેરે પહેલા ગઢની માફક જાણવાં. આ ગઢના પૂર્વ ધારે સોમ નામનો વૈમાનિક દેવતા દ્વારપાળ હોય છે. તેના શરીરની કાંતિ ઉત્તમ સુવર્ણ જેવી હોય છે. તેના હાથમાં ધનુષ્ય હોય છે. દક્ષિણ દ્વારે યમ નામનો વ્યંતર દેવતા દ્વારપાળ હોય છે. તેના વર્ણ ગૌર હોય છે અને તેના હાથમાં દંડ હોય છે. પશ્ચિમ ધારે વરુણ નામનો જ્યોતિષી દેવતા દ્વારપાળ હોય છે. તેનો વર્ણ રક્ત હોય છે અને તેના હાથમાં પાશ હોય છે. ઉત્તર દ્વારે ધનદ નામનો ભવનપતિ નિકાયનો દેવ હોય છે. તેના શરીરની કાંતિ શ્યામ હોય છે. તેના હાથમાં ગદા હોય છે. ત્રીજા ગઢના મધ્યમાં સમભૂતલ (Plain) એવું પીઠ હોય છે. તે એક ગાઉ અને હસા ધનુષ લાંબુ-પહોળું હોય છે. આ ગોળ (વર્તુળ) આકારના સમવસરણની વિગત જાણવી. આ ભૂમિથી અદ્ધર હોય છે. તે પગથિયાંની રચના વડે ચારે તરફથી ઊંચુ હોય છે. તેમાં રત્નના ગઢની પરિધિ 1 યોજન અને 433 ધનુષમાં કાંઈક ન્યૂન હોય છે. સોનાના ગઢની પરિધિ ર યોજન અને 865 ધનુષ અને કાંઈક ન્યૂન એવા 2 હાથ હોય છે. રૂપાના ગઢની પરિધિ 3 યોજન અને 1333 ધનુષ અને 1 હાથ અને 8 અંગુલ હોય છે. આ ગોળાકાર સમવસરણની વિગત થઈ. એ જ રીતે ચોરસ સમવસરણ પણ હોય છે. તેના માપ વગેરેની વિગત લોકપ્રકાશ-કાલલોક, સર્ગ-૩૦, પૃ. 2597262થી જાણી લેવી. પૂર્વે જે ત્રીજા ગઢમાં સમભૂતલ પીઠ કહ્યું છે, તેની મધ્યમાં ઉત્તમ એવું અશોકવૃક્ષ હોય છે. તે એક યોજન વિસ્તારવાળું હોય છે. તેની છાયા ગાઢ હોય છે. તે વૃક્ષ ભગવંતના શરીરથી બાર ગુણું ઊંચુ હોય છે. તે વૃક્ષ સર્વ બાજુએ પુષ્પો, પતાકા અને તોરણોથી શોભતું હોય છે. તેમાં ભગવંતના મસ્તક પર આવે એ રીતે ત્રણ છત્ર શોભતાં હોય છે. તે અશોકવૃક્ષના મૂળમાં ભગવંતનો દેવછંદો-ઉપદેશ આપવા માટે બેસવાનું સ્થળ અરિહંતના અતિશયો