________________ ઊંચી પીઠ જેવું હોય છે. ત્યાં ચાર દિશામાં પાદપીઠથી સહિત ચાર સિંહાસન હોય છે. સિંહાસનો ઉત્તમ પ્રકારનાં સોનાથી બનાવેલાં અને રત્નખચિત હોય છે એટલે કે તેને હીરા જડેલા હોય છે. પાદપીઠ પણ રત્નમય હોય છે. દરેક સિંહાસન અને પાદપીઠની જ્યોતિ અપાર હોય છે. તેના ઉપર પરમથી પણ પરમ (પરમાતિપરમ) જ્યોતિસ્વરૂપ પ્રભુ વિરાજમાન હોય છે. દરેક સિંહાસન ઉપર ત્રણ રત્નમય છત્ર હોય છે. તે મોતીઓની શ્રેણિઓથી શોભતાં હોય છે. દરેક સિંહાસનની બંને બાજુએ ઉજ્વલ બે ચામરીને ધારણ કરતા બે બે દેવતાઓ હોય છે. તે દેવતાઓ ઉત્તમમાં ઉત્તમ આભૂષણોથી શોભતા હોય છે. દરેક સિંહાસનની આગળ સુવર્ણકમળ પર પ્રતિષ્ઠિત એવું તેજોમય ધર્મચક્ર હોય છે. ચારે દિશાઓમાં ચાર મહાધ્વજ હોય છે. તેમાંનો દરેક એક હજાર યોજન ઊંચો હોય છે. દરેક ધ્વજ ઘંટાઓ અને નાની પતાકાઓથી શોભતો હોય છે. આ ચાર મહાધ્વજોનાં નામો આ રીતે છે : 1. પૂર્વદિશામાં-ધર્મધ્વજ 2. દક્ષિણ દિશામાં માનધ્વજ 3. પશ્ચિમ દિશામાં-ગજધ્વજ 4. ઉત્તર દિશામાં સિંહધ્વજ અહીં મણિપીઠ (સમવસરણના મધ્યભાગનું પીઠ), ચૈત્યવૃક્ષ (અશોકવૃક્ષ), સિંહાસન. છત્ર, ચામર, દેવજીંદો વગેરે વ્યંતર દેવતાઓ રચે છે. આ બધી વિગત સામાન્ય સમવસરણની જાણવી, બાકી તો કોઈ મહાન દેવતા ભક્તિવશ એકલો પણ બધું જ રચી શકે છે. હર્ષના ઉત્કર્ષમાં ત્યાં દેવતાઓ સિંહનાદ કરે છે. આકાશમાંથી ઊતરતાં ઊતરતાં દુંદુભિ વગાડે છે. આવા દિવ્ય સમવસરણમાં અને વાતાવરણમાં દેવતાઓથી સહિત ભગવાન સૂર્યોદય સમયે સુવર્ણ કમળો પર પગ મૂકતાં મૂકતાં પધારે છે. ભગવંત પૂર્વકાર વડે સમવસરણમાં મંગલ પ્રવેશ કરે છે. અશોકવૃક્ષની પાસે આવીને તે વૃક્ષને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરે છે. તે પછી ભગવંત પૂર્વ સિંહાસને બેસે છે. ભગવંતનાં બંને ચરણ પાદપીઠ ઉપર હોય છે. ભગવંત સર્વ પ્રથમ નો તિર્થસ કહીને તીર્થને નમસ્કાર કરે છે. તે પછી મેઘગંભીર, મધુર અને સવોત્તમ ગુણોથી સમૃદ્ધ એવી વાણી વડે દેશના આપે છે. 1. ભગવંત પણ જેને પ્રદક્ષિણા આપે એવો અશોક વૃક્ષ એથી જ જાણે પ્રાતિહાર્યોમાં પ્રથમ સ્થાન ન પામ્યો હોય ! 222 અરિહંતના અતિશયો