________________ વર્ણન ચાલતું આવ્યું, તેવું જ વર્ણન કર્યું છે. તેમાં એક પણ અક્ષર અધિક કે ઓછો નહીં. આ આચાર્યોની આવી શાસન પ્રત્યેની સમર્પિતતાના કારણે જ આજે આવા વિષમ કાળમાં પણ ભગવંતના આવા દિવ્યાતિદિવ્ય સ્વરૂપનું વર્ણન આપણને ઉપલબ્ધ થાય છે. તેઓ જો તર્ક વિતર્ક કરવા ગયા હોત, તો આવું ઉત્તમ ભગવાનનું સ્વરૂપ આપણી વચ્ચેથી અદશ્ય થઈ ગયું હોત અને એક વાર શાસ્ત્રોમાંથી ખુદ ભગવંતનું રૂપ જ જો લુપ્ત થાય, તો પછી બાકી રહે પણ શું? એટલું નિશ્ચિત સમજજો કે બીજા ધર્મશાસ્ત્રકારોની જેમ જૈનોના ઈશ્વર મતિકલ્પિત નથી. જૈનોના ઈશ્વર ભગવાન તીર્થકર તો જગતનું સૈકાલિક અબાધિત શાશ્વત પરમાર્થ સત્ય છે. જેમ ભગવાન પરમાર્થ સત્ય છે, તેમ આ અતિશયો અને પ્રાતિહાર્યો પણ પરમાર્થ સત્ય છે, કારણ કે આ અતિશય ગુણોનો ભગવાન તીર્થકરની સાથે અવિનાભાવ સંબંધ છે, એટલે કે ભગવાન પ્રાતિહાર્યા વિનાના પણ કદાપિ હોતા નથી અને પ્રાતિહાર્યો ભગવાન વિનાના કદાપિ હોતા નથી. આ ત્રણ ગઢરૂપ અતિશયના વર્ણનમાં અભિધાન-ચિંતામણિની સ્વપજ્ઞ ટીકામાં કહ્યું છે કે - तथा समवसरणे रत्नसुवर्णरूप्यमयं प्राकारत्रयं मनोजं भवतीति सप्तमः' / સમવસરણમાં રત્ન-સુવર્ણરજતમય ત્રણ મનોહર ગઢ હોય છે. એ સાતમ દેવકૃત અતિશય છે. આમાં સમવસરણનો ઉલ્લેખ હોવાથી અને ત્રણ પ્રકારને સમજવા માટે સમવસરણનું જ્ઞાન જરૂરી હોવાથી અહીં સંક્ષેપમાં સમવસરણનું વર્ણન આપીએ છીએ, તે આ રીતે : જે સમયે ભગવંને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે. એ જ ક્ષણે ચોસઠ ઇન્દ્રનાં આસન કંપાયમાન થાય છે. ઉપયોગ મૂકીને જોતાં તેમને જણાય છે કે ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી આનંદિત મનવાળા તે ઇન્દ્રો પોતાના પરિવાર સાથે કેવલજ્ઞાનના સ્થળે આવે છે અને તે દેવતાઓ સમવસરણની રચના આ રીતે કરે છે : વાયુકમાર દેવતાઓ યોજન પ્રમાણ ભૂમિમાંથી કચરો વગેરે દૂર કરીને ભૂમિને શુદ્ધ કરે છે. તે પછી વ્યંતર દેવતાઓ તે ભૂમિથી સવા કોસ ઊંચુ એવું સુવર્ણ-રત્નમણિમય પીઠ બનાવે છે. 1. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 12 ટી. લો, પ્ર, સ, 30, 5. ૨૫૩/૨૬૭નો સારાંશ. અરિહંતના અતિશયો 119