________________ તેથી અતિ આનંદિત થાય છે. આવી શક્તિ ભગવંત સિવાય બીજા જીવોમાં હોતી નથી.' ભગવંતની વાણી ફક્ત અર્ધમાગધી ભાષામય હોવા છતાં તે એકીસાથે દેવતાઈ વાણીમાં, સર્વ માનુષી વાણીઓમાં અને તિર્યંચ સંબંધી વાણીઓમાં પરિણમે છે. તેથી બધા પોતપોતાની ભાષામાં સમજી શકે છે. કહ્યું છે કે - देवा दैवीं नरा नारी, शबराश्चापि शाबरीम् / तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवद् गिरम् / / ભગવંતની એક જ પ્રકારની વાણીને દેવો દેવી ભાષામાં, મનુષ્યો માનુષી ભાષામાં, ભીલો તેઓની શાબરી ભાષામાં અને તિર્યંચો (પશુ-પક્ષીઓ) તેઓની પોતપોતાની વાણીમાં સાંભળતાં સાંભળતાં પરમ આનંદને પામે છે. ભગવંતની વાણી, સાંભળનાર દરેક જીવનું હૃદય આકર્ષી લે છે અર્થાત્ તે અત્યંત મનોહર હોય છે. પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે - योजनव्यापिनी एकस्वरूपाऽपि भगवतो भारती वारिदविमुक्तवारिवत् तत्तदाश्रयानुरूपतया परिणमति / યોજનપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપતી ભગવંતની વાણી એક જ સ્વરૂપવાળી હોવા છતાં જેમ વાદળાંઓમાંથી પડેલ પાણી જે જે પાત્રમાં પડે છે તે પાત્રને અનુરૂપ આકારને ધારણ કરે છે, તેમ જેના જેના કાને તે વાણી પડે તે તે જીવની પોતાની ભાષારૂપે તે પરિણમે છે. ભગવંતની વાણીનો આવો અતિશય ન હોય તો ભગવંત એકીસાથે અનેક જીવો પર ઉપકાર કરી પણ કેવી રીતે શકે ? શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - अप्पणो हियसिवसुहयभासत्ताए परिणमइ / તે તે જીવોને હિત આપનારી, શિવ આપનારી અને સુખ આપનારી પોતપોતાનો ભાષારૂપે પરિણમે છે. અહીં હિત અભ્યદય, શિવ=મોક્ષ અને સુખશ્રવણનો આનંદ સમજવો. સામાન્ય વક્તાઓ જે હોય છે, તેઓની વાણીને સભામાં પાછળ બેઠેલા શ્રોતાજનોને સાંભળવામાં મુશ્કેલી પડે છે, કારણ કે અવાજ દૂર જતાં ધીમો પડી જાય છે, જ્યારે 1. જુઓ વી. સ્ત, પ્ર. 10, ગ્લો. 3 વિવ. 2. ગા. ૪૪૩ની ટીકા. 3. न हि एवंविधभुवनाद्भुतमतिशयमन्तरेण युगपदनेकसत्त्वोपकारः शक्यते कर्तुमिति / - પ્રવ, સા. ગા. 443 ટી. 4. સૂત્ર-૩૪ અર્થ ટીકાના આધારે કરેલ છે. અરિહંતના અતિશયો 93