________________ દેવકૃત પાંચમો અતિશય રત્નધ્વજ (ઇન્દ્રધ્વજ, ધર્મધ્વજ) खे रत्नमयो ध्वज:' / છે આકાશમાં સ્ત્રમો ધ્વનરત્નમય ધ્વજ હોય છે. ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ભગવંતની આગળ આકાશમાં (જમીનથી અદ્ધર) રત્નમય ધ્વજ ચાલે છે. ભગવંતના સમવસરણમાં તે યોગ્ય સ્થાને ગોઠવાઈ જાય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - - आगासगओ कुडभीसहस्सपरिमंडिआभिरामो इंदज्झओ पुरओ गच्छइ / ઉપર આકાશમાં અત્યંત ઊંચો હજારો નાની પતાકાઓથી સુશોભિત અને મનોહર આવો ઇન્દ્રધ્વજ ભગવંતની આગળ ચાલે છે. તે ઇન્દ્રધ્વજ સુરો અને અસુરોથી સંચારિત હોય છે. તે એક હજાર યોજન ઊંચો હોય છે. તેને જોતાં જ એવું લાગે કે જાણે ઉજ્જવલ દેવગંગાનો પ્રવાહ નીચે ઊતરતા ન હોય 'તે ધ્વજને મણિઓની કિંકિણીઓ હોય છે. તે કિંકિણીઓનો મંજુલ ધ્વનિ સાંભળતાં એવું લાગે છે કે જાણે દિશાઓ રૂપ દેવાંગનાઓ મંજુલ ગીતો ગાઈ રહી ન હોય ! આ ધ્વનિ બહુ જ મધુર હોય છે. આ ધ્વજ વિશે શ્રી વીતરાગસ્તવ માં કહ્યું છે કે - જગતમાં આ એક જ સ્વામી છે. એમ એકની સંખ્યા બતાવવા આ ઇન્દ્રધ્વજના બહાનાથી ઇન્દ્ર પોતાની તર્જની આંગળી ઊંચી કરી છે. જગતમાં આ ઇન્દ્રધ્વજ જેવી ઊંચી મનોહર અને ઉત્તમ ધજા બીજી હોતી નથી. આ ધજા જેવા રત્ના બીજે જોવા પણ ન મળે.બધા ધ્વજોમાં આ જ ધ્વજ અતિ મહાનું હોવાથી એને ઇન્દ્રધ્વજ કહેવામાં આવે છે. જેમ દેવતાઓમાં ઇન્દ્ર શ્રેષ્ઠ. તેમ ધ્વજોમાં આ ધ્વજ સર્વશ્રેષ્ઠ હોય છે. આ ધ્વજને ધર્મધ્વજ પણ કહેવામાં આવે છે. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યું છે કે - 1. અ. ચિ. કાં. 1, ગ્લો. 61. 2. સૂત્ર-૩૪, અતિશય-૧૦. 3. પ્ર. 4 ગ્લો. 4. પર્વ 22, સર્ગ-૬, પૃ. 204/5. 222 અરિહંતના અતિશયો