________________ પર્યુક્લાસ કરતી ઊછળતી, જાણે નૃત્ય કરતી હોય તેવી) નખોનાં કિરણોની શિખાઓ. (અગ્રભાગ) વડે મનોહર એવા આપના પગ જ્યાં પગલાં ધરે (મૂકે છે, ત્યાં વિબુધો (દેવતાઓ), હે જિનેન્દ્ર ! સુવર્ણનાં નવ કમળો પરિકલ્પ (વિરચે) છે. - ભક્તા. ગા. 32. ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યું "દેવતાઓએ સંચાર કરેલાં સુવર્ણકમલો ઉપર રાજહંસની જેમ લીલા સહિત તેઓ ચરણ- ન્યાસ કરતા હતા." આ નવે કમળોમાંનું દરેક કમળ બહુ જ સુંદર અને મૂલ્યવાન હોય છે. આ નવ કમળો તે ફક્ત તીર્થકર ભગવંતને જ હોય છે. જગતમાં બીજા કોઈને પણ પગ મૂકવા માટે આવાં સોનાનાં કમળો કદાપિ મળતાં નથી. આવાં કમળો ફક્ત ભગવાનની હાજરીમાં જ ભગવંતના અતિશયરૂપે દેવતાઓ રચી શકે છે. ભગવંતની હાજરી ન હોય અને બધા જ દેવતાઓ મળીને પણ આમાંના એક પણ કમળ જેવું કમળ કદાપિ ન બનાવી શકે. કદાચ બધા જ દેવતાઓ મળીને પણ એક કમળ બનાવે તો પણ તે કમળ ભગવંતના કમળની તુલનામાં કદાપિ ન જ આવી શકે તે કમળના બધા જ ગુણો ભગવંતના કમળ કરતાં અનંતગુણહીન હોય કારણ કે ભગવંતનું કમળ તે અતિશય છે. અતિશય એટલે જ તસમાન વસ્તુ કરતાં બધી જ અપેક્ષાએ અનંતગણ અધિક ગુણવાન વસ્તુ. આ વ્યાખ્યા આપણે પૂર્વે જોઈ ગયા છીએ. ભગવંતના એક એક સુવર્ણકમળનું મૂલ્ય કેટલું તે તમે જાણો છો ? એક બાજુ જગતનું બધું જ સુવર્ણ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવંતના પગનું એક જ કમળ મૂકવામાં આવે તો સર્વ સુવર્ણની રાશ કરતાં ભગવંતના એક જ કમળનું મૂલ્ય અનંતગણ અધિક થાય. આ બધા જ પ્રભાવ ભગવંતનો છે. તેઓની લોકોત્તર પાત્રતાનો છે અને મહત્તમ પુણ્યના ઉદયનો છે. ભગવંતની હાજરી વિના બધા જ દેવતાઓ એક પણ સુવર્ણ કમળ ન રચી શકે, જ્યારે ભગવંતની હાજરીમાં ભગવંતના અતિશયથી એક જ દેવતા નવેનવ કમળોની રચના કરી શકે. આ બધો પ્રભાવ પણ ભગવંતનો જ જાણવો. કરોડો દેવતાઓ ભગવંતની સાથે હોય છે. બધા જ ભગવંતને લોકોત્તમ પુરુષ તરીકે સાક્ષાત્ નીહાળતા હોય છે. બધા જ જાણતા હોય છે કે ભગવંત સવોત્તમ પૂજા માટે સર્વોત્તમ પાત્ર છે. આવી સ્થિતિમાં ભગવંત માટે દેવતાઓ અતિભક્તિપૂર્વક આવાં કમળો બનાવે. એમાં જરા પણ આશ્ચર્ય નથી. 1. પર્વ 1 2 સર્ગ-૬, પૃ. 204 5. 114 અરિહંતના અતિશયો