________________ ભગવંતની સભામાં એક યોજન સુધીના વિસ્તારમાં બધા જ જીવ એકસરખી રીતે સાંભળી શકે છે. આ અતિશય જાણવો. ભગવંતની વાણીના એક જ વચનથી એકીસાથે અનેક જીવો અનેક રીતે પ્રતિબોધ પામ છે. એ વિશે ઉપદેશ પ્રાસાદમાં એક ભીલનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, તે આ રીતે - सरःशरस्वरार्थेन, भिल्लेन युगपद्यथा / सरो नत्थीति वाक्येन, प्रियास्तिस्रोऽपि बोधिताः / / સરોવર, બાણ અને સારો કંઠ - એ ત્રણે અર્થ કહેવાની ઇચ્છાવાળા કોઈ ભીલે ‘સરો નત્યિ' “સર નથી” એ વાક્ય કરીને પોતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી. કોઈ એક ભીલ જેઠ મહિનામાં પોતાની ત્રણે સ્ત્રીઓને સાથે લઈને કોઈક ગામ તરફ જતાં હતાં. રસ્તામાં એક સ્ત્રીએ તેને કહ્યું કે - “હે સ્વામી ! આપ સુંદર રાગથી ગાયન કરો, કે જે સાંભળવાથી મને આ રસ્તાનો શ્રમ તથા સૂર્યના તાપ બહુ દુઃસહ ન થાય.' બીજી સ્ત્રીએ કહ્યું કે - હે નાથ ! આપ સરોવરમાંથી કમળની સુગંધવાળું શીતલ પાણી લાવી આપીને મારી તરસને દૂર કરો.' બીજી સ્ત્રી બાલી કે પ્રિય ! મને હરણનું માંસ લાવી આપીને મારી ભૂખને દૂર કરો.' તે ત્રણે સ્ત્રીઓનાં તે તે વાક્યો સાંભળીને તે ભોલે - “સરો નત્યિ' ‘સર નથી,' એ એક જે વાક્યથી તે ત્રણાને ઉત્તર આપ્યો. તમાં પહેલી સ્ત્રી એમ સમજી કે, સ્વર નથી', એમ કહીને મારા સ્વામી કહે છે કે મારો કંઠ સારો નથી, તેથી શી રીતે ગાન કરું ?' બીજી સમજી કે કોઈ સરોવર આટલામાં નથી; પાણી ક્યાંથી લાવું ?' ત્રીજી સમજી કે સર=શર=બાણ નથી, તો શી રીતે હરણને મારીને માંસ લાવી શકાય ?" આ પ્રમાણે ભીલના એક જ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પોતપોતાના માટે ઉચિત ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ. ભગવંતની વાણી તો સવોત્તમ છે, તેથી એકીસાથે અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે ? 1 . ભાષાતર ભાગ-1 , વ્યાખ્યાન 1 . GY અરિહંતના અતિશયો