________________ અતિશય ૧૦-દુર્મિક્ષ દુષ્કાળ, તે ન હોય. વિહાર પૂર્વે ઉત્પન્ન થયેલ દુષ્કાળ નાશ પામે, નવો ઉત્પન્ન ન થાય. અતિશય ૧૧-સ્વરાષ્ટ્રથી ભય અને પરરાષ્ટ્રથી ભય ન હોય. આ અગિયાર અતિશયો ભગવંતને જ્ઞાનાવરણીય વગેરે ઘાતકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. જ્યાં જ્યાં ભગવાન વિચરતા હોય ત્યાં ત્યાં સવાસો યોજનમાં આ રોગ આદિ ઉપદ્રવોનો અભાવ હોય. સવાસો યોજનાની ગણના આ રીતે કરવામાં આવે છે : ચારે દિશાઓમાંની દરેક દિશામાં પચીસ પચીસ યોજન, ઊર્ધ્વ દિશામાં સાડા બાર યોજન અને અધોદિશામાં સાડા બાર યોજન, એમ કુલ સવાસો યોજન. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - जओ जओ वि य णं अरहंता भगवंतो विहरंति तओ तओ वि य ण जोअणपणवीसारणं ईती न भवइ, मारी न भवइ, सचक्कं न भवइ, परचक्कं न भवइ, अवुट्ठी न भवइ, अनावुट्ठी न भवइ, दुब्भिक्खं न भवइ, पुबुपण्णा वि य णं उप्पाइया वाही खिप्पामेव उवसंमति / જ્યાં જ્યાં પણ અરિહંત ભગવંતો વિચરતા હોય છે, ત્યાં ત્યાં (દરેક દિશામાં) પચીશ યોજનમાં ઇતિ ન હોય, મારી ન હોય, સ્વચક્ર ન હોય, પરચક ન હોય, અતિવૃષ્ટિ ન હોય, અનાવૃષ્ટિ ન હોય, દુર્મિક્ષ ન હોય તથા પૂર્વે ઉત્પન્ન થયેલા ઉત્પાતો અને રોગો પણ તરત જ શમી જાય. શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામાં સ્થાન-૧૦માં કહ્યું છે કે - જેઓના પ્રભાવથી સવાસો યોજનમાં પ્રશાંત થયા છે, વૈર, મારી, સ્વચક્ર-પરચક્રભય, દુર્મિક્ષ વગેરે ઉપદ્રવો, એવા ભગવાન મહાવીર'... કર્મક્ષયજ અતિશય 4, “રોગોનો અભાવ'ની વિશેષતા - શ્રી વીતરાગસ્તવ વિવરણ અને અવચૂર્ણિમાં કહ્યું છે કે - ભગવંત જે પ્રદેશમાં આવે ત્યાં છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલ બધા જ રોગો શમી જાય અને છ મહિના સુધી નવા રોગો ઉત્પન્ન ન થાય. 1. સ્વદેશમાં બળવો, હુડ ગેરે. 2. પરદેશની સાથે યુદ્ધ વગર, 3. સૂત્ર-૩૪. 4. ઉત્પાત = અનિષ્ટસૂચક રુધિરવૃષ્ટિ વગેરે અનર્થો (સમવાયાંગ સૂત્ર ટીકા પૃ. 92). 5. महावीरस्य भगवतः स्वप्रभावप्रशमितयोजनशतमध्यगतवैरिमारिविड्वरदुर्मिक्षाद्युपद्रवस्य / 6. પ્રા. 3, શ્લો. 4, વિશેષ માટે જુઓ પરિશિષ્ટ-વીતરાગ સ્તવ. 202 અરિહંતના અતિશયો