________________ ભગવંતને સર્વ જીવો પ્રત્યે કે પ્રત્યેક જીવ પ્રત્યે પૂર્વના ભવોમાં જે મહાન વાત્સલ્ય સિદ્ધ કર્યું છે, તેનું આ સર્વોત્તમ ફળ છે, ભગવંતની દેશના તો સર્વ ભાષાઓમાં પરિણમે જ છે, પણ બીજા કોઈ પણ મહાત્માની વાણી કોઈ પણ જીવને જે જ્ઞાન કરાવી શકે તેના કરતાં અનંતગણુ ઉત્તમ આત્મસંસ્પર્શી જ્ઞાન કરાવવાની શક્તિ ભગવંતની વાણીમાં છે, કેવળ ભગવંતની વાણી જ જ્ઞાન કરાવે છે એવું નથી, ભગવંતનું અસ્તિત્વ પણ ઉત્તમ પ્રકારના જ્ઞાનમાં હતુ છે, તેથી અનેક જીવોના અનેક સંશય સ્વયં દૂર થઈ જાય છે. જીવોને પ્રતિબોધ કરવાનું કામ ભગવંતની વાણી કરે છે. જીવોના સંશયોનો ઉછંદ ભગવંત કેવલજ્ઞાન-જ્ઞાનાતિશયથી કરે છે. શ્રી વીરવિજયજી મહારાજ આદિજિન સ્તવનમાં કહે છે કે -- જ્ઞાનાતિશય ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે, ભવિયા. 3 ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પંચ ઘને યોજન ટળે રે, કષ્ટ એ સૂર્ય પ્રશસ્ત રે. ભવિયા. 4 શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કે - संशयानाथ ! हरसेऽनुत्तरस्वर्गिणामपि / अत: परोऽपि किं कोऽपि, गुण: स्तुत्योऽस्ति वस्तुत: / / 3 / / હે નાથ ! અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓના સંશયોને અહીં રહ્યા થકી જ આપ દૂર કરો છો. આના કરતાં બીજો આપનો કયો ગુણ અધિક વખાણવા લાયક છે ? મનુષ્ય ક્ષેત્રથી અનુત્તર દેવતાઓ સાત રજુમાં કાંઈક ન્યૂન એટલા દૂર છે. આ અંતર ઊર્ધ્વ દિશામાં ઘણું જ મોટું કહેવાય. મનુષ્ય ક્ષેત્રમાં રહેલા તીર્થકર ભગવંત અહીંથી જ તે દેવોના સંશયોને દૂર કરે છે. ત્યાં રહેલા અનુત્તર દેવતાઓ મનથી જ ભગવંતને પ્રશ્ન કરે છે, ભગવંત કેવલજ્ઞાનથી તે પ્રશ્નને જાણે છે અને તે દેવતાઓ ઉપરના અનુગ્રાર્થે પ્રશ્નના ઉત્તરને મનમાં ધારણ કરે છે. અનુત્તર દેવોને સંપૂર્ણ લોકનાલિકાને જોઈ શકનારું અવધિજ્ઞાન હોય છે. તેથી તેઓ ભગવંતના રૂપી મનમાં રહેલ ઉત્તરને પ્રાપ્ત કરે છે અને 1. સિદ્ધા. ત. પૃ. 83. 2. ચાર ઘન = 6x6x4 = 64. મઘવા = ઈન્દ્ર. ચોસઠ ઇન્દ્રો દ્વારા સ્તવના તે મહાન પૂજાતિશય પાંચ ઘન = 54585 = 125. સવાસો યોજન સુધી કષ્ટ ટળે, એ તુર્ય = ચોથો પ્રશસ્ત અપાયપગમાતિશય છે. 3. પ્ર. 10, શ્લો. 3. 92 અરિહંતના અતિશયો