________________ ‘અતિશય’ શબ્દના અર્થને સમજાવતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા અભિધાનચિંતામણિની સ્વોપજ્ઞ ટીકામાં કહે છે કે -- जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशया: / જે ગુણો વડે તીર્થકરો સર્વ જગતથી ચડિયાતા લાગે છે, તે ગુણોને અતિશય કહેવામાં આવે છે. દા.ત. રૂપ ગુણ. જગતના સર્વ સુંદર જીવોનું રૂપ એકત્ર પિડિત કરવામાં આવે, તો જે રૂપરાશિ થાય તેના કરતાં ભગવંતનું રૂપ અનંતગુણ ચડિયાતું છે. આ 34 અતિશયોમાંનો કોઈ પણ અતિશય લો અને તેના જેવી જગતની બધી જ વસ્તુઓ ભેગી કરો, તો ભેગી કરેલી સર્વ વસ્તુઓના ગુણરાશિ કરતાં ભગવંતનો એક અતિશય અનંતગુણ અધિક ગુણવાળો જ હોય. આમાં કોઈ અપવાદ નથી. અતિશય સ્વરૂપ વરમાં જે સંપૂર્ણ જગત કરતાં ચઢિયાતાપણું આવે છે, તે ભગવંતના પ્રભાવથી અને ભગવંતના મહિમાથી જ આવે છે, એ વાત નિશ્ચિત છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - प्रतिरूपेषु यत्तेषु नाकिभिर्विहतेष्वपि / रूपं स्याद् भगवत्तुल्यं तन्महिम्नैव तध्रुवं / / 904 / / - કાલલોક સર્ગ. 30, પૃ. 303. ભગવંતના સમવસરણમાં ત્રણ પ્રતિરૂપ ભલે દેવતાઓએ બનાવ્યા હોય, તો પણ તે પ્રતિરૂપોનાં રૂપમાં જે ભગવંતના રૂપની સાથે તુલ્યતા આવે છે, તે તો નિશ્ચિત રીતે ભગવંતના મહિમાથી જ છે. દરેક અતિશયને આ ભગવંતના મહિમાનો ધુવનિયમ સદા લાગુ પડે છે. પૂર્વે રૂપનું દૃષ્ટાંત સમજાવેલ છે. વધુ સ્પષ્ટતાની ખાતર સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્યલઈએ, પ્રાતિહાર્યો પણ વિશિષ્ટ પ્રકારના અતિશયો જ છે. શ્રી તીર્થંકર ભગવંતની ભક્તિ નિમિત્તે દેવતાઓ એક યોજન સુધી જાનુપ્રમાણ જેવી પુષ્પવૃષ્ટિ કરે છે, તેવી ઉત્તમોત્તમ પુષ્પવૃષ્ટિ ભગવંતના અભાવમાં સર્વ દેવતાઓ મળીને પણ ન કરી શકે. કદાચ તેવી પુષ્પવૃષ્ટિ કરવાનો પ્રયત્ન કરે તો પણ ભગવંતના મહિમાથી પુષ્પવૃષ્ટિમાં જેવા ઉત્તમ ગુણો સિદ્ધ થયા છે, તેવા કદાપિ ન થઈ શકે. પુષ્પોને તેઓના 1. અ. ચિ. કાં. 1 ગ્લો. 58 ટીકા. 2. સર્વે પ્રતિષ્યિતિથિવિશેષા: || - વી. સ્ત, પ્ર. 5, ગ્લો. 9, અવ, અરિહંતના અતિશયો 79