________________ ‘જેમ સૂર્ય દશે દિશાઓમાં પ્રકાશથી સ્કુરાયમાન પ્રકટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વ ગ્રહ, નક્ષત્ર, તારા અને ચન્દ્રની પંક્તિને નિસ્તેજ બનાવી દે છે, એવી જ રીતે ભગવંતનાં અત્યંત કાંત, દીપ્ત અને સુંદર પગના અંગૂઠાના અગ્રભાગનો રૂપાતિશય એવો હોય છે કે - તેની આગળ સર્વ ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ, દેવતાઓ, દેવીઓ, વિદ્યાધરો, વિદ્યાધરીનાં સોભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય, રૂપ વગેરેનાં સમુદાયની બધી જ શોભા અત્યંત તુચ્છ ભાસે છે. ‘સર્વ સુંદર મનુષ્ય, દેવતાઓ, અસુરો અને તેઓની સુંદરીઓનું રૂપ, લાવણ્ય, કાંતિ, સૌંદર્ય, સૌભાગ્ય, દીપ્તિ વગેરેને એકત્ર કરી એક મહાન રાશિ બનાવવામાં આવે અને તે એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવંતના પગના અંગૂઠાના અગ્રભાગનો કરોડમો ભાગ મૂકવામાં આવે તો રાખનો ઢગલો જેમ કંચનગિરિની બાજુમાં શોભા ન પામે તેમ તે પણ શોભા ન પામે.” એક બાજુ ત્રણે ભુવનના તીર્થકર સિવાયના બધા લોકો એકત્ર ઊભા રાખવામાં આવે અને બીજી બાજુ એક જ તીર્થકર હોય તો પણ તે સર્વ લોકોના સર્વ ગુણો મળીને પણ ભગવંતના ગુણોના અનંતમાં ભાગ પણ ન આવે. એથી જ ભગવાન તીર્થંકર પરમ પૂજનીય છે." લોકપ્રકાશમાં કહ્યું છે કે બધા જ દેવતાઓ ભેગા થાય અને તેઓ પોતાની બધી જ શક્તિ અને બધો જ પ્રયત્ન એકત્ર કરીને ભગવંતના પગના અંગૂઠા જેવો એક જ અંગૂઠો બનાવે, તો પણ સર્વ જગતને રૂ૫ વડે સર્વ પ્રકારે જીતનારા ભગવાન શ્રી તીર્થકરના પગના અંગૂઠાની તુલનામાં, ભગવંતની સામે દુર્વાદીઓના સમૂહની જેમ, બૂઝાઈ ગયેલા અંગારા જેવો લાગે.” અતિશય કોને કહેવાય તે બરાબર સમજવા માટે ભગવંતના રૂપનું દૃષ્ટાંત બહુ જ મનનીય છે. બધા જ દેવતાઓ મળીને પણ સર્વશક્તિ અને પ્રયત્નથી પણ ભગવંતના પગના અંગૂઠા જેવો એક અંગૂઠો પણ ન બનાવી શકે, જ્યારે એક જ દેવતા ભગવંતના સંપૂર્ણ ત્રણ રૂપ બનાવી શકે. આ બે જાતનાં શાસ્ત્રવચનો સાપેક્ષ છે. અહીં પ્રથમ વિકલ્પમાં ભગવંતના અતિશયની વિદ્યમાનતા ન હોવાથી સર્વ દેવતાઓ એક અંગૂઠો પણ ન બનાવી શકે. બીજા વિકલ્પમાં એક જ દેવતા ભગવંતના પ્રભાવથી ભગવંત જેવાં જ બીજાં ત્રણ રૂપ બનાવી શકે છે. 1. મહાનિસીહ ન, વા, પ્રા. વિ. 2. લોકમ. કા. લા. સ. 32. પૃ. 303, શ્લો. 905 ક. અરિહંતના અતિશયો