________________ ભગવંતને ઉત્તમ આયુષ્ય, પરમરૂપ, પરમ નીરોગીતા (આરોગ્ય), જગન્યૂજનીયતા વગેરે જે પ્રાપ્ત થાય છે તેનું પરમકારણ સર્વ જીવો પ્રત્યેની તેઓની અસીમ ભાવદયા હોય છે. ત્રણ ત્રણ ભવ સુધી જગતના સર્વ જીવોના ઉદ્ધારરૂપી ભાવદયાથી - ભાવ અહિંસાથી જે ભગવંતનો આત્મા સંપૂર્ણ ભાવિત થઈ ગયો હોય તે ભગવંતને રૂપ, આરોગ્ય, આયુ, બલ વગેરે બધું જ સર્વોત્તમ મળે, એમાં જરા પણ આશ્ચર્ય નથી. ભાવદયા-અહિંસાનું ફળ બતાવતાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता / સાયા: પન્ન સર્વ મિત્ વાવ સા II - p. 2, . 12. દીર્ઘ આયુ, પરમરૂપ, પરમ આરોગ્ય, જનપ્રશંસનીયતા વગેરે બધું જ અહિંસાનું ફળ જાણવું. વધારે શું કરીએ ? તે અહિંસા તો કામદા-સર્વ મનોરથ પરિપૂર્ણ કરનારી જ છે. પૂર્વના કાળમાં યોગીઓ શરીરને નીરોગી અને સુદઢ રાખવા માટે કાયાકલ્પનો પ્રયોગ કરતા હતા. આ રીતે કાયા-કલ્પ કરેલ બધા જ યોગીઓ કરતાં ભગવંતનું શરીર અનંતગુણ નીરોગી અને સ્વાભાવિક રીતે જન્મથી જ સુદઢ હોય છે. જેના ભાવી કર્મક્ષયજ અતિશયના પ્રભાવથી સવાસો યોજન પ્રમાણ ભૂમિમાં રહેનારાં બધાં જ પ્રાણીઓ સંપૂર્ણ રોગરહિત થવાનાં હોય તે ભગવંતને જન્મથી જ કોઈ પણ રોગ કેવી રીતે હોઈ શકે ? ભગવંતના જન્મકાલીન શરીર આદિનું વર્ણન કરતાં કલ્પસૂત્રમાં કહ્યું છે કે - સુકોમળ હાથપગવાળા, કોઈ પણ જાતની ખોડખાંપણ વિનાના એવા સંપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, સ્વસ્તિક વગેરે 1008 લક્ષણો અને મસ, તલ વગેરે ચિહ્નોથી યુક્ત, શરીરના સર્વ ઉત્તમ ગુણોથી સહિત, માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ શોભાયુક્ત સર્વાગ સુંદર શરીરવાળા ચંદ્રસમાન સૌમ્ય, કાંત, પ્રિય, સુરૂપ.' 4. સ્વેદ અને મલથી રહિત શરીર : ભગવંતનું શરીર સ્વેદ અને મલથી રહિત હોય છે. બીજાઓનાં શરીર ગરમીના દિવસોમાં સ્વેદથી પરસેવાથી ભીંજાઈ જાય છે, જ્યારે ભગવંતનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે ગમે તેવી ગરમીમાં પણ ભગવંતના શરીરે પરસેવો થાય નહીં. સામાન્ય લોકોનાં શરીરની ચામડીને વારંવાર સાફ ન કરવામાં આવે તો તેના પર મેલના થર બાઝી જાય છે. ભગવંતનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે શરીરના 1. सुकुमालपाणिपायं अहीणसंपुनपंचिंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणपमाणपडिपुत्रसुजायसव्वंगसुंदरंग ससिसोमाकारं कंतं पियं सुदंसणं / सूत्र-५३. અરિહંતના અતિશયો