________________ હે લોકો ! નિવૃતિપુરી (મોક્ષપુરી) પ્રત્યેના આ સાર્થવાહ (જિનપતિ)ની પાસે આવીને પ્રમાદનો સર્વથા ત્યાગ કરીને તેમની સેવા કરો. આટલા વર્ણનથી સમજાશે કે - ભગવંતનું પ્રાતિહાર્યાદિ ઐશ્વર્ય જીવોને ભગવંતની સમીપમાં લાવનારું અને ભગવંતને ઓળખાવનારું પરમ સાધન છે. શુક્લ ધ્યાનમાં પ્રથમ બે પાયાનું ધ્યાન સંપૂર્ણ થતાં જ ભગવંતને ઘાતકર્મનો ક્ષય થાય છે અને લોક તથા અલોકના સર્વભાવોને સંપૂર્ણ રીતે પ્રતિક્ષણ જાણનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારથી જ ભગવંત વાસ્તવિક અર્થમાં જગતના પૂજ્ય અહંત કહેવાય છે. તે જ સમયે પૂર્વે ત્રીજા ભવમાં બાંધેલું તીર્થકર નામકર્મ ઉદયમાં આવે છે. તે જ ક્ષણે દેવેન્દ્રોનાં આસન કંપિત થાય છે. આસનકંપથી તેઓ જાણે છે કે - ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે જ ક્ષણે ચોસઠ દેવેન્દ્રો પોતપોતાના પરિવારથી સહિત કેવલજ્ઞાનની ઉત્પત્તિના સ્થાને આવે છે. તે પછી ત્યાં દેવતાઓ સમવસરણ રચે છે. તેમાં આઠ પ્રાતિહાર્યોની રચના વગેરે થાય છે. સમવસરણ ન હોય ત્યારે પણ આઠ પ્રાતિહાર્યો તો નિયત જ હોય છે. ભગવંતની પ્રાતિહાર્યાદિ સંપત્તિ જોઈને ભવ્ય જીવોને અનેક જાતના પવિત્ર ભાવો જાગે છે. યુગાદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવંતની માતા મરુદેવીને ભગવંતની પ્રાતિહાર્યાદિ લક્ષ્મી જોઈને જ ક્ષેપક શ્રેણી ઉપર આરૂઢ થવા યોગ્ય વિચારધારા ઊભી થઈ હતી. ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમ ઇન્દ્રભૂતિને સમવસરણના સોપાને આવતાં અને ભગવંત પર દૃષ્ટિ પડતાં જ વિચાર આવ્યો હતો કે - કોણ છે આ ? બ્રહ્મા ? વિષ્ણુ ? સદાશિવ ? શંકર ? ચિંદ્ર છે ? ના, ચંદ્ર તો કલંકવાળો છે. સૂર્ય છે ? ના, સૂર્યનું તેજ તો તીવ્ર હોય છે. મેરુ છે ? ના, મેરુ તો કઠણ હોય છે. વિષ્ણુ ? ના, તે તો શ્યામ હોય છે. બ્રહ્મા છે ? ના, તે તો જરાથી યુક્ત હોય છે. કામદેવ છે ? ના, તે તો અંગ રહિત હોય છે. જાણ્યું, આ તો દોષ રહિત અને સર્વગુણ સંપન્ન છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર દેવ છે.' 1. વિશેષ માટે જુઓ લો. પ્ર. સ. 30, પૃ. 253/4. 2. यदापि न स्यात्समवसरणं स्यात्तदापि हि वक्ष्यमाणं प्रातिहार्याष्टकं नियतमहताम / - લોક પ્ર. સ. 30, પૃ. 311 3. પ્રમો: છત્રામરાિં પ્રતિહાર્યનક્ષ્મી નિરીક્ષ્ય વિધાનસ - કલ્પ. સુબો. બા. 7, પૃ. 178. 4. કલ્પ. સુબો. બા. 6, પૃ. 130. 70 અરિહંતના અતિશયો