________________ જગતના સાચા સ્વામી આવા ઐશ્વર્યવાળા આ એક જ છે.” પ્રાતિહાર્યો પણ એક જાતના અતિશયો જ છે, તેથી અતિશય શબ્દના પૂર્વે કરેલ બધા જ અર્થો અહીં લાગુ પડે છે. તેથી અશોક વૃક્ષ વગેરે પ્રત્યેક પ્રાતિહાર્ય સુંદરતા વગેરે ગુણોથી યુક્ત કોઈ પણ ઉત્તમ વૃક્ષ વગેરે કરતાં અનંતગુણ અધિક ઉત્તમ હોય છે, દરેક પ્રાતિહાર્યને આ હકીકત લાગુ પડે છે. ઇન્દ્રનાં પોતાનાં ઉદ્યાનોમાં પણ આવું સુંદર વૃક્ષ હોતું નથી. બીજું, આ વસ્તુઓ દેવતાઓ બનાવે છે. છતાં પણ બને છે ભગવંતના પ્રભાવથી. બધા જ દેવતાઓ મળીને ભગવંતની હાજરી વિના પોતાની સર્વ શક્તિ વડે એક સુંદર અશોક વૃક્ષ બનાવે તો પણ તે એક જ દેવતાએ ભગવંતના અતિશય તરીકે બનાવેલ અશોક વૃક્ષ કરતાં શોભા વગેરેમાં અનંત ગુણહીન હોય, કારણ કે આ અશોક વૃક્ષ તે ભગવંતનો અતિશય છે. આ રીતે અતિશય પદના બધા જ અર્થોની ઘટના પૂર્વે બતાવેલ રીતે કરી લેવી. લલિત વિસ્તરામાં માવંતા પદની વ્યાખ્યામાં કહ્યું છે કે - समग्नं चैश्वर्यं भक्तिनम्रतया त्रिदशपतिभि: शुभानुबन्धिमहाप्रातिहार्यकरणलक्षणम् / ભગવંતનું સમગ્ર ઐશ્વર્ય એટલે ભક્તિથી અતિનમ્ર બનેલા દેવેન્દ્રો વડે શુભાનુબંધી એવા આઠ પ્રાતિહાર્યોની રચના. અહીં શુભાનુબંધી શબ્દ બહુ જ મહત્ત્વનો છે. શુભાનુબંધી એટલે પુણ્યાનુબંધી. દેવેન્દ્રો તો આ પ્રાતિહાર્ય-રચના કરીને ઉત્તરોત્તર અવિચ્છિન્ન ધારાવાળું પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જે જ છે, પણ જે કોઈ આ પ્રાતિહાર્યોના આદરભાવ અને અહોભાવપૂર્વક દર્શન કરે તે બધા જ ભવ્ય જીવો ઉત્તરોત્તર અવિચ્છિન્ન ધારાવાળું ઉત્તમ પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જે છે. ઐશ્વર્ય તો ઇન્દ્ર વગેરે પાસે પણ હોય છે, પણ તે ઐશ્વર્ય જીવોનાં હૃદયમાં ધર્મ ઉત્પન્ન ન કરી શકે, જ્યારે ભગવંતનું આ પ્રાતિહાર્ય-ઐશ્વર્ય જીવોનાં હૃદયમાં ધર્મોત્પત્તિનું પ્રધાન સાધન છે. લલિતવિસ્તરામાં મજાવંતા પદની અવતરણિકામાં કહ્યું છે કે - एते चार्हन्तो नामाद्यनेकभेदा: 'नाम स्थापनाद्रव्यभावतस्तत्र्यासः' (तत्त्वार्थ. अ. 1 सू. 5) इति वचनात् तत्र भावोपकारकत्वेन भावार्हत्संपत् परिग्रहार्थमाह - 'भगवद्भ्य' इति / 1. સર્વેડપિ પ્રતિદીતિશવિશેષ: | - વી. સ. પ્ર. 5, શ્લોક-૯, અવ. 2. લ. વિસ્ત, પૃ. 17. 3. ‘શુભાનુબંધિ'નો અર્થ પુણ્યાનુબંધિ ઉપરાંત “શુભસંસ્કારાનુબંધિ' પણ લઈ શકાય, કેમ કે 8 પ્રાતિહાર્યના દર્શન, પ્રશંસા-સ્તુતિ સ્મરણ આદિ કરનાર જીવ એવા શુભ સંસ્કાર પણ ઊભા કરે છે કે જે એને ભાવિમાં વિશેષ શુભ ભાવો આપે. 4. લ. વિ. પૃ. 16. 68 અરિહંતના અતિશયો