________________ ભગવંતના વૃક્ષની શોભાથી અનંતગુણહીન શોભા જ તેને હોય. કાચના ટુકડામાં સાચા હીરાની શોભા અને ગુણો ક્યાંથી હોય ? આપણે જોઈ ગયા કે બધા દેવતાઓ મળીને પણ ભગવાનની ગેરહાજરીમાં અશોક વૃક્ષ-પ્રાતિહાર્ય ન બનાવી શકે, જ્યારે એક જ મહર્ધિક દેવતા ભગવંતના સામીપ્યમાં ભગવંતના પ્રભાવથી પ્રાતિહાર્યરૂપે સંપૂર્ણ અશોક વૃક્ષ બનાવી શકે. તાત્પર્ય કે ભક્તિ દેવતાની, પણ પ્રભાવ તો ભગવંતનો જ. આનું નામ અતિશય. વળી આ પ્રત્યેક અતિશય અને પ્રાતિહાર્યની પાછળ શ્રી તીર્થકર નામરૂપ મહાપુણ્યનો ઉદય પણ સક્રિય છે. કર્મના જે વિશુદ્ધ પુણ્યમય અણુઓમાંથી આ અતિશયનો ઉદ્ગમ થાય છે, તે પવિત્ર કર્માણુઓ બીજા કોઈ પણ જીવ સાથે સંલગ્ન હોતા નથી, એટલું જ નહિ પણ બધા જ જીવોનું પુણ્ય એકત્ર કરવામાં આવે તો પણ તે તીર્થકરના પુણ્યથી અનંત ગુણહીન જ થાય. આ છે ભગવાનનો મહાન પુણ્યાતિશય. જે બાકીના બધા અતિશયોનું મૂળ કારણ છે. જે મહાન પવિત્ર પ્રશસ્ત અધ્યવસાયોથી શ્રી તીર્થકર-નામકર્મની નિકાચના થાય છે, તેવા મહાન અધ્યવસાયો, તેવી દઢતા, તેવી સ્થિરતા, તેવું સમ્યક્ત, તેવું વીર્ય વગેરે બીજા જીવોમાં કદાપિ હોતું નથી, એવી શ્રી મહાનિશીથ સૂત્રની પરમ સત્ય વાણી છે.' જેવાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય શ્રી તીર્થકરના જીવમાં શ્રી તીર્થકર નામકર્મની નિકાચના વખતે હોય છે, તેવાં બીજા જીવોમાં કદાપિ હોતાં નથી, તેથી તેઓ તીર્થકર જેવા દૃઢ સત્ત્વવાળા હોતા નથી, તેથી તેવા પુણ્યવાળા હોતા નથી, તેથી તેઓ આ અતિશયો માટે પણ પાત્ર નથી. માત્ર તો છે એક જ ભગવાન તીર્થંકર આ અતિશયો ભગવાનને ઓળખાવે છે. આથી જાણી શકાય કે આ જ ભગવાન તીર્થકર છે. એથી જાણી શકાય કે આ જ જગતના સ્વામી છે, જગતમાં સર્વોત્તમ છે અને જગતની સર્વોત્તમ પૂજાના મહાપાત્ર છે. આવા અતિશયો જેને ન હોય તે ભગવાન નથી, તે જીવોને હિતકર નથી. તેની વાણી અનુસરનારા જીવો જગતની માયાના મહાચક્રમાં ચકરાવા ખાધા જ કરે છે. આ પ્રત્યેક અતિશયનું વર્ણન એટલે બુદ્ધિની પરાકાષ્ઠા છે. આવે સામે કોઈ પણ બુદ્ધિમાન અને એક પણ અતિશય કરતાં ચડિયાતી કોઈ પણ વસ્તુને બુદ્ધિ કલ્પનાથી કહી બતાવે. તે જે પણ વર્ણન કરશે તે આ એક પણ અતિશયના વર્ણનની આગળ ઝાંખુ પડી જશે. એથી જ શ્રી ભક્તામરકારને કહેવું પડ્યું કે - यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा / तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि / / 1. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 49. 2. પંચપ્રતિ. હિન્દી, ભક્તામર સ્તોત્ર ગા. 33, પૃ. 414. અરિહંતના અતિશયો