________________ વિષય પ્રવેશ-૩ (આઠ મહાપ્રાતિહાર્યો) સમગ્ર જિન પ્રવચનનો સાર શ્રી નવકાર મંત્ર છે, તેનો સાર શ્રી અરિહંતપદ છે અને તેનો પણ સાર અરિહંતપદના 12 ગુણ છે. આ બાર ગુણોમાં પહેલા આઠ ગુણો તો આઠ પ્રાતિહાર્યો જ છે અને બાકીના ચાર મૂલાતિશયો છે : પૂજા અતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય અને અપાયાપગમાતિશય. એ દૃષ્ટિએ શ્રી જિનશાસનમાં આ પ્રાતિહાર્યો અને અતિશયોનું બહુ જ મહત્ત્વનું સ્થાન છે. આ જે ઉપર ચાર અતિશયો કહ્યા તેમાં પૂર્વે કહેલા ચોત્રીશ અતિશયો સમાઈ જાય છે. તેમાં દેવકૃત સર્વ અતિશયો અને અપેક્ષાએ સર્વ પ્રાતિહાર્યો પણ ભગવંતના પૂજાતિશયમાં સમાઈ જાય છે. ભગવંતના વચનને લગતા જે અતિશયો છે, તે સર્વ વચનાતિશયમાં સમાઈ જાય છે. ભગવંતના અસ્તિત્વમાત્રથી તેમનાં સંનિધાનમાં જીવોના જે સંશય એકીસાથે સમકાળે નાશ પામે છે, તે જ્ઞાનાતિશયનો મુખ્ય ગુણ છે. પ્રાયઃ કર્મક્ષયજ સર્વ અતિશય અપાયાપગમ અતિશયમાં સમાઈ જાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજ જેન તત્ત્વાદર્શમાં કહે છે કે - 'प्रथम बारह गुण लिखते हैं / अशोक वृक्षादि अष्ट महाप्रातिहार्य तथा चार मूलातिशय एवं सर्व बारह गुण हैं / तिसमें चार मूलातिशय का नाम लिखते हैं - 1. ज्ञानातिशय, 2. वागतिशय, 3. अपायापगमातिशय, 4. पूजातिशय / 1. ચાર મૂલાતિશયોનો આ ક્રમ લોકપ્રકાશ (સર્ગ-૩૦, પૃ. 314) મુજબ આપેલ છે. તે આ રીતે છે : चत्वारोऽतिशयाश्चान्ये तेषां विश्वोपकारिणां / पूजा 1 ज्ञान 2 वचो 3 ऽपायापगमाख्या 4 महाद्भुताः / / 17 / / अष्टकं प्रातिहार्याणां चत्वारोऽतिशयाः / इत्येवं द्वादश गुणा अर्हतां परिकीर्तिताः / / 18 / / તે વિશ્લપકારી અરિહંત ભગવંતોના મહાઅદ્ભુત એવા બીજા (મૂલ) ચાર અતિશયો. 1. પૂજાતિશય, 2. જ્ઞાનાતિશય, 3. વચનાતિશય અને 4. અપાયાપગમાતિશય એ નામના છે. આઠ પ્રાતિહાર્યા અને આ ચાર અતિશયો એમ અરિહંતોના 12 ગુણ શાસ્ત્રોમાં કહેવાયા છે. 2. ભાગ-૧, પૃ. 37, 64 અરિહંતના અતિશયો