________________ 8. સમવસરણમાં ભગવંત ચતુર્મુખ હોય છે. આ ચાર શરીરોમાં ભગવંતનું મૂળ શરીર પૂર્વ દિશામાં હોય છે, બાકીનાં ત્રણ શરીરની રચના દેવતાઓ કરે છે, પણ તે શરીરમાં ભગવંતના રૂપ જેવું જ રૂપ ભગવંતના જ અચિંત્ય પ્રભાવથી થઈ જાય છે. 9. સમવસરણના મધ્યભાગમાં અશોક વૃક્ષ હોય છે. તેનો ઉપરના ભાગનો વિસ્તાર યોજન જેટલો હોય છે. તે સંપૂર્ણ સમવસરણ ઉપર છત્ર જેવો શોભે છે. તે વિહાર વખતે ભગવંતની સાથે સાથે ઉપર આકાશમાં ચાલે છે. 10. ભગવંત ચાલતા હોય ત્યારે માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ (નીચી અણીવાળા) થઈ જાય છે. 11. ભગવંત ચાલતા હોય ત્યારે માર્ગની બંને બાજુ રહેલાં વૃક્ષો નમી જાય છે, જાણે ભગવંતને વંદન ન કરતાં હોય ! 12. આકાશમાં દુંદુભિ-નાદ થાય છે. 13. પવન અનુકૂળ વહે છે, તેથી સૌને સુખકારક લાગે છે. 14. ભગવંત ચાલતા હોય ત્યારે ઉપર આકાશમાં પક્ષીઓ પ્રદક્ષિણા આપે છે. 15. ભગવંત જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં ઊડતી ધૂળ વગેરેને શમાવવા માટે દેવતાઓ સુગંધી જળની મંદ મંદ વર્ષા કરે છે. 19. ભગવંત જ્યાં વિદ્યમાન હોય ત્યાં ચારે બાજુ દેવતાઓ અનેક વર્ણવાળા મનોહર અને સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરે છે. 17. દીક્ષા સમયથી ભગવંતનાં કેશ, રોમ, દાઢી અને નખ વધતાં નથી. સદા એકસરખાં રહે છે. 18. ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ ભગવંતની સમીપમાં સેવા માટે સમુપસ્થિત હોય છે. 19. સર્વ ઋતુઓ અને પાંચ ઇન્દ્રિયોના અર્થો (વિષયો) અનુકૂલ થઈ જાય છે, એટલે કે છએ ઋતુઓ પોતાની સર્વ પુષ્પ વગેરે સામગ્રીની સાથે પ્રગટ થાય છે અને ઇન્દ્રિયોના મનોહર વિષયોનો પ્રાદુર્ભાવ થાય છે. ભગવંતની હાજરીમાં પ્રતિકૂળ વિષયો (કુરૂપતા વગેરે) હોતા નથી. આ રીતે અહીં દરેક અતિશયનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે, દરેક અતિશયનું વિશેષ વર્ણન આગળ ક્રમશઃ આપવામાં આવશે. અરિહંતના અતિશયો 63