________________ 3. ભગવંતના મસ્તકની પાછળ તેજમાં સૂર્યની શોભાને પણ જીતતું દેદીપ્યમાન ભામંડલ- તેજોવર્તુળ હોય છે. 4. થી 11. ભગવંતની આસપાસ સવાસો યોજનામાં રોગ, વૈર, ઇતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્મિક્ષ અને સ્વપરચક્રભય ન હોય. દેવકૃત ઓગણીસ અતિશયો આ રીતે છે : 1. ભગવંતની આગળ આકાશમાં દેદીપ્યમાન ધર્મચક્ર હોય છે. 2. ભગવંત જ્યારે ચાલતા હોય ત્યારે તેમની આગળ ઉપર આકાશમાં ચામરો ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તેમની બંને બાજુ દેવતાઓ ચામર વીંઝતા હોય છે. 3. ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત એવું નિર્મલ સ્ફટિક રત્નનું સિંહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલે છે અને ભગવંત બેસે ત્યારે સિંહાસન ભગવંતને બેસવાના સ્થાને ઉચિત રીતે ગોઠવાઈ જાય છે. 4. ભગવંત જ્યારે ચાલતા હોય ત્યારે ભગવંતની ઉપર આકાશમાં ત્રણ છત્ર ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તે ત્રણ છત્ર ભગવંતના મસ્તક ઉપર થોડેક દૂર સમુચિત સ્થાને ગોઠવાઈ જાય છે. 5. ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે તેમની આગળ જમીનથી અદ્ધર રત્નધ્વજ (ઇન્દ્રધ્વજ, ધર્મધ્વજ) ચાલે છે. સમવસરણમાં તે ઉચિત સ્થાને ગોઠવાઈ જાય છે. 6. ભગવંત ચાલતા હોય ત્યારે જ્યાં જ્યાં ભગવંતના પગ પડે ત્યાં ત્યાં દેવતાઓ તે પગ પડે તે પૂર્વે જ તેની નીચે સોનાનાં કમળો ગોઠવી દે છે. નવ સુવર્ણકમળોની શ્રેણી હોય છે. તેમાં પહેલાં બે કમળો પર ભગવંતનાં પગ હોય છે, જ્યાં ભગવંત આગળ પગ ઉપાડે કે સૌથી છેલ્લું કમળ અનુક્રમે આગળ ગોઠવાતું જાય છે. આ રીતે ભગવાનની સાથે સાથે કમળો પણ પંક્તિ-બદ્ધ ચાલે છે. 7. સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રજતમય, એમ ત્રણ મનોહર ગઢ દેવતાઓ રચે છે. 1. આ અતિશયોનાં નામ ચોથો - રોગનો અભાવ, પાંચમો - વૈરનો અભાવ, એમ અનુક્રમે જાણવા. ઇતિ - ધાન્યને હાનિકારક તીડો વગેરેનો ઉપદ્રવ. મારી - અનેકનાં એકી સાથે મરણ થવા. 2. અતિવૃષ્ટિ-નુકસાનકારક અત્યંત વરસાદ. 3. અવૃષ્ટિ-વરસાદ ન થવો. 4. દુર્ભિક્ષ- દુકાળ. 5. સ્વચકભય-પોતાના દેશમાં આંતરવિગ્રહ વગેરે. પરચક્રભય-પરરાષ્ટ્રનું આક્રમણ વગેરે. અરિહંતના અતિશયો