________________ પ્રાતિહાર્ય આદિ પૂજાતિશય એ ભગવંતને ઓળખવાની નિશાની છે. જેને આ પ્રાતિહાર્યો હોય તે જ ભગવાન. સારાંશ કે ભગવંતનું લોકોત્તર સ્વરૂપ આ અષ્ટ મહાપ્રાતિહાર્ય અને ચોત્રીશ અતિશયોના ધ્યાન દ્વારા અતિસ્પષ્ટ થાય છે, વસ્તુના અમુક જ્ઞાન વિના ધ્યાન સંભવતું નથી અને ધ્યાનથી વસ્તુનું વિશેષ જ્ઞાન પોતાની મેળે અંદરથી થાય છે, તેથી ભગવંતના આઠ પ્રાતિહાર્યો અને ચોત્રીસ અતિશયોને જાણવા અતિ જરૂરી છે.એજ અપેક્ષાએ શાસ્ત્રોમાં જેટલું વર્ણન એ વસ્તુનું મળે છે તેટલું વર્ણન અહીં એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. ધ્યાનમાં ઉત્તરોત્તર વિકાસ સાધવા માટે જ ધ્યેયનો મહિમા સાધકે મનમાં બરોબર દર કરવો જોઈએ, મહિમા રસને જગાડે છે અને વધારે છે. રસની વૃદ્ધિથી ધ્યાન વિકસે છે. અન્યથા ધ્યાન આગળ વધી શક્યું નથી. ભગવંતનો સૌથી અધિક મહિમા આ 12 ગુણોમાં છે. તેથી અહીં આ જ બાર ગુણોને-પ્રાતિહાર્યો અને અતિશયોને વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રી તીર્થકર ભગવંત પ્રત્યે આદરવાળા દરેક જીવ માટે આ ગ્રંથ સંપૂર્ણ ઉપયોગી થશે. એમાં મને લેશ પણ સંદેહ નથી. આ ગ્રંથમાં કોઈ પણ જાતની ન્યૂનતા હોય તો તે મારી છદ્મસ્થતા આદિના કારણે જાણવી અને આમાં જે કાંઈ સારું છે, તે બધું જ પૂર્વાચાર્યોનું છે. તે પૂર્વાચાર્યોએ આ અમૂલ્ય સંપત્તિ અથાગ પરિશ્રમે આપણા સુધી પહોંચાડી છે. આપણું કર્તવ્ય છે કે તેની સુરક્ષા કરી ભાવિ લોકોના હાથમાં તે સોંપવી. જ્યારે જ્યારે ભગવાન તીર્થંકરનું ધ્યાન કરવું હોય ત્યારે ત્યારે આ પ્રાતિહાર્યો અને અતિશયો અવશ્ય ચિંતવવા અથવા ઓછામાં ઓછા આઠ પ્રાતિહાર્યો ચિતવવા, આ ચિંતન પ્રત્યેક સાધક માટે ઘણું જ ઉપયુક્ત છે. તેથી ધીમે ધીમે ભગવાન પોતાની મેળે જણાતા જશે. મહાપુરુષોનો આ સ્વાનુભવ છે. સર્વ જીવો ભગવંતને ઓળખે અને ભગવંતનું શરણ પ્રાપ્ત કરે એ જ કામના. - લેખક GO અરિહંતના અતિશયો