________________ બેઇન્દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, શક્તિકા, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે તે ઇન્દ્રિય તથા ચૌરિંદ્રિયમાં પણ ઉત્તમ રૂપે ઉત્પન્ન થાય છે. પંચેદ્રિય તિર્યંચમાં સર્વોત્તમ પ્રકારના હાથી રૂપે અથવા સારાં લક્ષણોવાળા અસ્વરૂપ વગેરે ઉત્પન્ન થાય છે. તે પછી મનુષ્યોમાં આવેલા તેઓ ઉત્તમ કુલોમાં ઉત્પન્ન થઈ, અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ કરી, અનિવૃત્તિકરણ વગેરે ક્રમે સમ્યક્ત પામીને, તેવા પ્રકારના ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ આદિરૂપ સંપૂર્ણ સામગ્રી પામીને, અવાત્સલ્યાદિ વીસ સ્થાનકની ઉત્તમ આરાધના કરીને અને તેથી શ્રી તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરીને અનુત્તર વિમાન આદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દેવલોકનાં ઉત્તમ સુખોને અનુભવીને, ત્યાંથી અવેલા તેઓ ચરમ જન્મમાં સર્વોત્તમ અને વિશુદ્ધ જાતિ-કુલ-વંશોમાં ઉત્પન્ન થાય છે. તે વિશુદ્ધ જાતિ, કુલોમાં તેમના અવતારના પ્રભાવથી માતાને ચૌદ મહાસ્વપ્નો આવે છે. તેઓ ગર્ભાવાસમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હોય છે. તેઓના મહાન પુણ્યોદયથી પ્રેરાયેલ જંભક દેવતાઓ ગર્ભાવતાર સમયે ઇન્દ્રના આદેશથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના મહાનિધાનો ભગવંતના ગૃહમાં નિક્ષિપ્ત કરે છે. તેઓ જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે બીજા ગર્ભોની જેમ તેઓને વેદના હોતી નથી તથા માતાને પણ વેદના હોતી નથી. તેઓને તથા માતાને આહાર આદિની અશુભ પરિણતિ હોતી નથી. માતાને સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે; રૂપ, સૌભાગ્ય, કાંતિ, બુદ્ધિ, બલ આદિમાં વૃદ્ધિ થાય છે. મન-વચન-કાયાના યોગો શુભ થઈ જાય છે. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય આદિમાં ઘણી જ વૃદ્ધિ થાય છે; પરોપકાર, દયા, દાન, દેવગુરુ ભક્તિ વગેરે ગુણો વિકસે છે. સ્વજનો તરફથી અત્યંત બહુમાન મળે છે અને સર્વ પ્રિય ઇન્દ્રિયવિષયોની પ્રાપ્તિ થાય છે. માતા સૌને પ્રિય લાગે છે. પિતાને અત્યંત હર્ષ પ્રાપ્ત થાય છે. પિતાનો ક્યાંય પણ પરાભવ થતો નથી, બધા જ રાજાઓ નમે છે. સર્વત્ર પિતાની આજ્ઞાનું વિશાળ પ્રવર્તન થાય છે. પિતાની યશકીર્તિ સર્વ દિશાઓમાં ફેલાય છે. વંશની ઉન્નતિ થાય છે, ઘરમાં સર્વ સુંદર વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને ચારે બાજુથી સર્વ પ્રકારની સંપત્તિઓ આવે છે, વિપત્તિઓ દૂર જાય છે. 34 અરિહંતના અતિશયો