________________ શુદ્ધદેવને શુદ્ધ દેવસ્વરૂપે, શુદ્ધગુરુને શુદ્ધગુરુસ્વરૂપે અને શુદ્ધધર્મને શુદ્ધધર્મસ્વરૂપે ઓળખવા, એ ત્રણમાં જ સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, એ ત્રણ સિવાયના બીજાઓને દેવરૂપે, ગુરુ રૂપે અને ધર્મરૂપે કદાપિ ન જ માનવા, તે સમ્યગ્દર્શન નામનું પ્રથમ ગુણરત્ન છે. એ ત્રણને યથાર્થ સ્વરૂપમાં જાણવા માટે એ ત્રણમાંથી દરેકના જે પ્રધાન વાસ્તવિક અને અસાધારણ ગુણ વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જિનોએ કહ્યા છે, તે શ્રદ્ધા સહિત જાણવા બહુ જ જરૂરી છે. જગતની સર્વ બાહ્ય સંપત્તિ કરતાં પણ અનંત ગુણ અધિક મૂલ્ય આમાંના એક એક તત્ત્વનું છે. આવી કિંમતી વસ્તુ પરીક્ષા વિના કેમ ગ્રહણ કરી શકાય ? જેમ રત્નના ગુણીની પરીક્ષા ઝવેરીઓ કરે છે, તેમ ઉત્તમ ભવ્ય આત્માઓ આ ત્રણ તત્ત્વરત્નો પરીક્ષાપૂર્વક ગ્રહણ કરે છે. જેમ ઉત્તમ ઝવેરીઓ યથાર્થ પરીક્ષાથી પ્રાપ્ત થયેલ. ઉત્તમ રત્નોની પ્રાપ્તિથી સંપત્તિમાન થઈ જાય છે, તેમ ભવ્ય આત્મા આ ત્રણ રત્નોની પ્રાપ્તિથી ધન્ય બની જાય છે. આ ત્રણ તત્ત્વોમાં પ્રધાન તત્ત્વ દેવતત્ત્વ છે. તેને તેના વાસ્તવિક, પ્રધાન અને અસાધારણ (બીજા કોઈમાં પણ ન હોય તેવા) ગુણો વડે જાણવું બહુ જ જરૂરી છે. આવા ગુણોને જાણ્યા વિના તે દેવતત્ત્વની અન્ય સર્વ ધર્મોએ માનેલ દેવતત્ત્વ કરતાં સર્વશ્રેષ્ઠતાના યથાર્થ નિર્ણય કેવી રીતે થઈ શકે ? પરમ ઉપાસ્ય તત્ત્વ જે દેવતત્ત્વ તેના આવા નિર્ણય વિના સર્વોત્તમ સમ્યક્ત કેવી રીતે હોઈ શકે ? સમ્યક્ત વિનાનું ધ્યાન તે જીવ આ અનાદિ સંસારમાં અનંતીવાર કર્યું, છતાંયે ભવનો અંત નહીં જ આવ્યો. સમ્યક્વના મહાપ્રભાવથી દેવતત્ત્વનો યથાર્થ અને અવિચલ નિર્ણય થતાં જ ધ્યાનની પ્રાપ્તિ દૂર નથી. સમ્યક્તની પ્રાપ્તિથી સુદેવની ઓળખથી સુદેવના ગુણો ઓળખાય છે. તેથી સુદેવ ઉપર અપાર પ્રમ-વાત્સલ્ય જાગે છે. જૈન શાસ્ત્રોમાં અહીં વાત્સલ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જે વીસ પદો-સ્થાનકોની આરાધનાથી જીવ પોતે જ સુદેવ-તીર્થકરપદને પ્રાપ્ત થાય છે, તે વીસ સ્થાનકોમાં પહેલું સ્થાનક અહંદુ વાત્સલ્ય છે. અહંદુ એટલે અરિહંત. વાત્સલ્ય એટલે ભક્તિરાગ. અરિહંત ઉપરના વાત્સલ્ય, ભક્તિરાગ કે પ્રેમ વિના કોઈ પણ જીવ તીર્થંકર થઈ શકતી નથી, કારણ કે એવા નિયમ છે કે જેની જેમાં ઉત્તમ શ્રદ્ધા હોય છે, તે તે જ થાય છે. તીર્થકરના જીવોને જેવી શ્રદ્ધા સુદેવ, સુગુરુ અને સદ્ધર્મમાં હોય છે, તેવી શ્રદ્ધા અન્ય જીવોને કદાપિ હોતી નથી, એથી જ તીરના જીવોના સમ્યગ્દર્શનને વરબોધિ સર્વશ્રેષ્ઠ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. 42 અરિહંતના અતિશયો