________________ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે જેવાં શમ-સંવેગ-નિર્વેદ અનુકંપા-આસ્તિક્ય તીર્થકર થનાર જીવોમાં હોય છે, તેવાં અન્ય જીવોમાં કદાપિ હોતા નથી. તેથી તીર્થકરના જીવો 20 સ્થાનકની આરાધનામાં જેવો પ્રબળ પુરુષાર્થ કરે છે, તેવો પુરુષાર્થ અન્ય જીવોમાં હોતો નથી. તેથી જેવું પુણ્ય શ્રી તીર્થકરના જીવો ઉપાર્જે છે, તેવું પુણ્ય અન્ય જીવો ઉપાર્જી શકતા નથી. તેથી બધા જ જીવો તીર્થકર થઈ શકતા નથી. શ્રી તીર્થકર ભગવંતનું પુણ્ય સર્વોત્તમ-સર્વ જીવોનાં સર્વ પુણ્યરાશિ કરતાં અનંત ગણું અધિક હોય છે. આ પુણ્યનું મૂળ કારણ છે, તીર્થકરના જીવોની તેવા પ્રકારની પાત્રતાયોગ્યતા. આ જ પાત્રતાને કારણે તેઓ જગતમાં સૌથી અધિક પૂજ્ય અરિહંત બને છે. અરિહંત એટલે જ પાત્ર, યોગ્ય, પૂજ્ય વગેરે. પ્રાકૃત અરિહંત શબ્દ ધાતુ પરથી બનેલ છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે - - “જેઓ બીજાઓનાં વંદન માટે, નમસ્કાર માટે, પૂજા-સત્કાર માટે યોગ્ય પાત્ર છે અને જેઓ બીજાઓનાં સિદ્ધિગમન માટે મહાન પાત્ર (ભવદરિયે પાત્ર યાન-જહાજ) છે, તેઓ અરિહંત કહેવાય છે.' આવા અરિહંતોના યથાર્થ અને અસાધારણ (બીજાઓમાં ન હોય તેવા) ગુણો ચાર જ છે. યાકિનીમહત્તરાધર્મસૂન આચાર્ય શિરોમણિ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા અનેકાંતજયપતાકા ગ્રંથની સ્વપજ્ઞ વ્યાખ્યામાં કહે છે કે - गुणा मूलातिशयाश्चत्वारः तद्यथा - अपायापगमातिशयः, ज्ञानातिशयः, पूजातिशयः, वागतिशयश्च / અરિહંતોના યથાભૂત વાસ્તવિક અને બીજાઓમાં ન હોય તેવા ગુણો ચાર જ છે અને તે ચાર મૂલ અતિશયો છે. તે ચાર ગુણો-મૂલાતિશયો આ રીતે છે : 1 અપાયાપગમ અતિશય 2 જ્ઞાનાતિશય 3 પૂજાતિશય અને 4 વાગતિશય-વચનાતિશય આ ચારનો સંક્ષેપમાં અર્થનિર્દેશ કરતાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - 1. શમ-કષાયનિગ્રહ, સંવંગ-મોક્ષાભિલાષ, નિર્વેદ-સંસાર પર અરુચિ, અનુકંપા-દયા અને આસ્તિક્ય-જિન વચનની યથાર્થતાનો અવિચળ નિર્ણય. 2. 20 સ્થાનકોના વર્ણન માટે જુઓ લોકપ્રકાશ, સર્ગ-૩) પ્રારંભ. 3. અનેકાંત જય પતાકામાં પૂજાતિશયમાં આઠ મહાપ્રાતિહાર્યોનો સમાવેશ કરેલ છે. જુઓ પૃ. 4. 4. પ્રથમ શ્લો. વિવરણ. અરિહંતના અતિશયો 43