________________ ‘રાગ આદિ દોષો જીવને હાનિકારક હોવાથી તેઓને અપાય કહેવામાં આવે છે. અપગમ એટલે ક્ષય. રાગ વગેરેનો અપગમ થવાથી ભગવંતને સ્વરૂપનો લાભ થાય છે. આ અપાયાપરમ અતિશય છે. નિર્મલ કેવલજ્ઞાનથી લોક અને અલોકના સંપૂર્ણ સ્વભાવનું ભગવંત અવલોકન કરી રહ્યા છે. આ જ્ઞાનાતિશય છે. ‘સર્વ દેવતાઓ, અસુરો અને મનુષ્યોએ કરેલ ભગવંતની પૂજાની પરાકાષ્ઠા તે ભગવંતનો પૂજાતિશય છે.' ‘સર્વ જીવોને અભયદાન આપવામાં સમર્થ અને સર્વ ભાષાઓમાં પરિણમતી જે ભગવંતની ધર્મવાણી તે ભગવંતનો વચનાતિશય છે. આ વચનાતિશય વડે ભગવંત સર્વ જીવોનું પાલન કરનારા છે.” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના પ્રથમ શ્લોકના વિવરણમાં કહે છે કે - ‘અમોએ આ પ્રથમ શ્લોકમાં શ્રી મહાવીર ભગવાનનાં જે વિશેષણો કહ્યાં છે, તે સદ્ભુત- યથાર્થ-વાસ્તવિક અર્થનું પ્રતિપાદન કરનારાં છે. આ વિશેષણો વડે અમે ભગવંતના અતિશયોને પ્રકાશિત કરીએ છીએ. આ ચાર અતિશયોના પ્રતિપાદન વડે અમોએ ભગવાન મહાવીરની પારમાર્થિક સ્તુતિ કરી છે.” પ્રમાણનય તત્ત્વાલોકાલંકારની પ્રથમ શ્લોકની સ્યાદ્વાદરનાકર' નામની ટીકામાં કહ્યું છે કે - ‘શકેન્દ્ર વડે પૂજ્યશક્રપૂજ્ય (ભગવાન વર્ધમાન સ્વામી). પૂજ્ય એટલે મનહર અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્યોની વિરચના દ્વારા અર્ચનીય.' આ પ્રથમ શ્લોકમાં કહેલ ભગવંતનાં ચાર વિશેષણો વડે અનુક્રમે ચાર મૂલ અતિશયો સ્મૃતિરૂપ દર્પણતલમાં સમુપસ્થિત કરવામાં આવ્યા છે [એટલે કે આ ચાર અતિશયોનું ગ્રંથકર્તાએ મંગલાચરણરૂપે ધ્યાન કરેલ છે. તે ચાર મૂલાતિશયો આ રીતે છે , અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય.” આ ચાર અતિશયોનો આ ક્રમ ઉત્પત્તિની અપેક્ષાએ જાણવો. (આ ક્રમે આ અતિશયો ઉત્પન્ન થાય છે.) તે આ રીતે - જેણે રાગદ્વેષ જીત્યા નથી, તે સર્વ વસ્તુનો જ્ઞાતા ન થાય. જે સર્વ વસ્તુઓનો જ્ઞાતા નથી, તે દેવેન્દ્ર પૂજ્ય ન થાય. સર્વજ્ઞ થતાં જ શક્રેન્દ્ર ભગવંતની પૂજા કરે છે, તે પછી જ ભગવાન તેવા પ્રકારની (અતિશયવાળી) વાણીનો પ્રયોગ કરે છે.” 1. પૃ. 3. 44 અરિહંતના અતિશયો