________________ આ રીતે પ્રથમ અપાયાપગમ અતિશય ઉત્પન્ન થાય છે. તે પછી જ્ઞાનાતિશય ઉત્પન્ન થાય છે. તે પછી પૂજાતિશય ઉત્પન્ન થાય છે. તે પછી વચનાતિશય ઉત્પન્ન થાય છે.” અનેક પૂર્વાચાર્યોએ સ્વવિરચિત ગ્રંથોમાં ચાર મૂલાતિશયો વડે ભગવંતની સ્તુતિ કરેલ છે. સ્તુતિની-ભાવસ્તવની આ આપણે ત્યાં પ્રાચીન પરિપાટી છે. એ બતાવે છે કે આ ચાર અતિશયો શ્રી અરિહંત ભગવંતનું સંપૂર્ણ સ્વરૂપ કહેવા માટે સંપૂર્ણ સમર્થ છે. આ જ ચાર અતિશયો વડે ભગવંત સ્તવવા યોગ્ય છે. આ જ ચાર અતિશયોમાં અરિહંત ભગવંતનું સંપૂર્ણ રહસ્ય છે. આ જ ચાર અતિશયો મનનીય છે અને આ ચાર જ અતિશયો ધ્યેયોમાં પરમધ્યેય જે ભગવાન અરિહંત તેઓનાં ધ્યાનમાં પરમ આલંબનો છે. આ ચાર અતિશયોથી સહિત ભગવંતનું સ્તવન, ચિંતન, મનન, નિદિધ્યાસન વગેરે કરવાથી ભગવંત પ્રત્યે સાચો સ્નેહ જાગે છે. તેથી ભગવંત આપણા પરમ આત્મીયજન છે, એમ સમજાય છે. તેથી ભગવંત ઓળખાય છે. તેથી ભગવંત ઉપરનો નિષ્કામ પ્રેમ વધે છે. તેથી ધ્યાન માટે પ્રયત્ન કરવો પડતો નથી, પણ ભગવંતની પરમ પાવની કૃપાથી ધ્યાન સ્વયં સિદ્ધ થાય છે. જે ધ્યાનને પામવા માટે યોગીઓને પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે, તે ધ્યાન ભગવંતના સાચા ભક્તજનોને ભગવંતની કૃપાથી ક્લેશ વિના અને આયાસ વિના સહજ આત્મસાત્ થાય છે. ભગવંત ઉપરના નિષ્કામ પ્રેમ વિના ભગવંતને કોઈ પણ પામી શકતું નથી. ભગવંત ઉપરનો સંપૂર્ણ નિષ્કામ પ્રેમ તે જ વરબોધિનું પ્રધાન અંગ છે. વીસ સ્થાનકમાંનું આદિસ્થાનક અહેવાત્સલ્ય છે. સંપૂર્ણ નિષ્કામ પ્રેમ વિના ભક્તિ ઉત્પન્ન થતી નથી. ભક્તિ વિના ધ્યાન ઉત્પન્ન થતું નથી. ધ્યાન વિના ભગવંત સાથે તાદાભ્ય-એકાત્મતા ઉત્પન્ન થતી નથી, તાદામ્ય વિના ભગવંતના અસલી સ્વરૂપનો આત્મામાં અનુભવ થતો નથી. અનુભવ વિના ભગવંતની સાચી આત્મસ્પર્શી ઓળખ કદાપિ થતી નથી અને તે વિના સર્વ જગતને સંપૂર્ણ અભયદાન આપનારી ભગવંતની મહાકણા સ્વિયંભૂરમણ નામના ચરમ સમુદ્રના જલને સ્પર્ધામાં જીતનારી મહાકરુણા] વડે હૃદય આપ્લાવિત-તરબોળ બનતું નથી. મહાકરુણા વગેરે ગુણો દ્વારા ભગવંતમાં ધ્યાન દ્વારા પેસવા માટે આ ચાર અતિશયો જેવું બીજું મહાન ધ્યાનનું આલંબન નથી. પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં સામાન્યથી નવકાર અથવા લોગસ્સના કાઉસ્સગ્ન કરવાના હોય છે. નવકારમાં પહેલે પદે ચાર અતિશય ગુણોવાળા અરિહંત છે અને લોગસ્સ સૂત્રમાં પહેલી જ ગાથામાં ચાર મૂલાતિશયોવાળા અરિહંતોનું જ ધ્યાન છે.' 1. શ્રી નમસ્કાર સૂત્ર અને લોગસ્સ સૂત્રની હારિભદ્રી વગેરે વૃત્તિઓનું મનન કરવાથી આ વાત સ્પષ્ટ થયા વિના રહેતી નથી. અરિહંતના અતિશયો