________________ આ ચાર મૂલાતિશય કાલ્પનિક નથી, પણ વાસ્તવિક છે. “જૈન આચાર્યો વગેરે ભગવંતની સ્તુતિ અવાસ્તવિક ગુણો વડે કદાપિ કરતા નથી, કારણ કે તેથી ખોટું બોલવાનું પાપ લાગે છે. તેથી આ ચાર અતિશય ગુણોને યથાર્થ, વાસ્તવિક, સદ્ભુત, યથાભૂત અને સત્ એવા ગુણો કહેવામાં આવે છે. અરિહંતની વાસ્તવિક ગુણો વડે સ્તવનાને શાસ્ત્રોમાં ભાવસ્તવ કહેવામાં આવે છે. છ આવશ્યકોમાં બીજું આવશ્યક ચતુર્વિશતિસ્તવ છે. ચતુર્વિશતિસ્તવ એટલે ચોવીશ તીર્થકરોની સ્તવના. સ્તવનાના બે પ્રકાર છે. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ-૩ - પુષ્પો વગેરે પવિત્ર સામગ્રીથી તીર્થંકરની પૂજા કરવી તે દ્રવ્યસ્તવ કહેવાય છે. તીર્થકરોના વાસ્તવિક ગુણોની સ્તુતિ, મનન, ધ્યાન વગેરે ભાવસ્તવ કહેવાય છે. એ અપેક્ષાએ આ સમગ્ર ગ્રંથ તે અરિહંત ભગવંતની ભાવસ્તવના છે. ભાવ સ્તવનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે - सद्गुणोत्कीर्त्तना भावः / સ - વિદ્યમાન, વાસ્તવિક એવા ગુણોનું ઉત્કીર્તન તે ભાવ સ્તવ છે. ઉત્કીર્તન શબ્દમાં ઉત્ નો અર્થ પરમ ભક્તિ વડે’ અને કીર્તનનો અર્થ સ્તુતિ (ગુણગાનથાય છે. ભગવંતના વચનાતિશયની ભાવસ્તવનાનું દષ્ટાંત આ રીતે આપવામાં આવ્યું છે - ‘હે નાથ ! આપે એકલાએ જ વાણી વડે ત્રણે જગત જે યથાર્થ રીતે પ્રકાશિત કર્યા તે રીતે અન્ય ધર્મોના સર્વ નાયકો મળીને પણ ક્યાંથી પ્રકાશિત કરી શકે ? એકલો પણ ચંદ્રમાં લોકને જે રીતે વિદ્યોતિત-પ્રકાશિત કરે છે, તે રીતે એકત્ર થયેલ સર્વ તારાઓનો સમુદાય પણ ક્યાંથી પ્રકાશિત કરી શકે ?" ભગવંતની વાસ્તવિક વિભૂતિનું વર્ણન કરતાં ભક્તામરમાં કહ્યું છે કે - હે જિનેન્દ્ર ! આ રીતે (પૂર્વે વર્ણવ્યા મુજબ) જેવી આપની વિભૂતિ સમવસરણમાં દેશના આપતી વખતે હોય છે, તેવી બીજાઓની ક્યાંથી હોઈ શકે ! જેવી અંધકારનાશક પ્રભા સૂર્યની હોય છે, તેવી વિકાશી એવા પણ ગ્રહગણોની ક્યાંથી હોય !' 1. આવ. નિ.ગા. 191, હારિ. 2-3. આવ. નિ. ગા. 191, હારિ. 4. પુરૂં, સંતાવિત્તા ભાવે ! 5. આવ. નિ. ગા. 191, હારિ. 6, ગા. 33 રૂત્થ-કથા-૧ 46 અરિહંતના અતિશયો