________________ અંતે આયુકર્મની સમાપ્તિને સમયે શુક્લ ધ્યાનવડે ભવોપગ્રાહી ચાર કર્મનો ક્ષય કરે છે અને એક જ સમયમાં ઋજુશ્રેણી વડે લોકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મોક્ષમાં ચાલ્યા જાય છે. તેઓ તેથી પર જતા નથી કારણ કે ત્યાં - અલોકમાં ઉપગ્રહનો અભાવ છે. તેઓ નીચે પણ આવતા નથી કારણ કે તેઓમાં હવે ગુરુતા નથી. યોગ-પ્રયોગનો અભાવ હોવાથી તેઓને તિરછી ગતિ પણ નથી. મોક્ષમાં રહેલા તે ભગવંતોને સિદ્ધ કહેવામાં આવે છે. સર્વ દેવો અને મનુષ્યો ઇન્દ્રિયોના અર્થોથી ઉત્પન્ન થતું, સર્વ ઇન્દ્રિયોને પ્રીતિકર અને મનોહર એવું જે સુખ ભોગવે છે તથા મહર્ધિક દેવતાઓએ ભૂતકાળમાં જે સુખ ભોગવ્યું છે અને ભવિષ્યમાં જે સુખ ભોગવશે, તેને અનંત ગુણ કરવામાં આવે તો પણ તે સિદ્ધ ભગવંતના એક સમયના સ્વાભાવિક અને અતીન્દ્રિય સુખની તુલનામાં ન આવે, તે સિદ્ધ ભગવાન અનંત દર્શન, જ્ઞાન, શક્તિ અને સુખથી સહિત છે. તેઓ સદા ત્યાં જ રહે છે. તે જ સમયે અવધિજ્ઞાન વડે ચોસઠ ઇન્દ્રો ભગવંતના નિર્વાણને જાણીને નિર્વાણભૂમિ પર પરિવાર સહિત આવે છે. ગોશીર્ષ ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી ભગવંતના દેહના અંતિમ સંસ્કાર કરે છે અને સર્વ શાશ્વત ચૈત્યોમાં મહોત્સવ કરે છે. શ્રી તીર્થંકર ભગવંતનો જીવ અનાદિકાળથી સંસારમાં બીજા જીવો કરતાં વિશિષ્ટ હોય છે. તેઓનું ચ્યવન, જન્મ, ગૃહવાસ, દીક્ષા, કેવળજ્ઞાન,નિર્વાણ વગેરે બધું જ અલૌકિક હોય છે. આ રીતે તીર્થકર ભગવંતો સર્વ સંસારી જીવોથી સર્વ પ્રકારે ઉત્તમોત્તમ હોય છે. તેઓ તે તે પ્રકારની ઉત્તમોત્તમતા વડે વિશ્વને સર્વસુખો આપનારા છે.સ્વયં અવ્યય પદને પ્રાપ્ત કરવા અને ભવ્ય જીવોને મહાન ઉદયવાળું અવ્યય પદ આપવા માટે સર્વ રીતે સમર્થ છે. 1. ધર્માસ્તિકાય દ્રવ્ય Yo અરિહંતના અતિશયો