________________ ઇચ્છિત અપાય છે', એવી સાંવત્સરિક મહાદાનની ઉદ્ઘોષણા. તે પછી સોનું, રજત, રત્નો, વસ્ત્રો, આભૂષણો, હાથીઓ, ઘોડાઓ વગેરે વડે સાંવત્સરિક મહાદાન કરવામાં આવે છે. તેમાં ભગવંતની બધા લોકો ઉપર સમાન કૃપા હોય છે. તે પછી સંપૂર્ણ પૃથ્વીને ઋણથી રહિત કરવામાં આવે છે. તે પછી સર્વત્ર યશ અને કીર્તિનો સૂચક પટહ વગાડવામાં આવે છે. ચોસઠ ઇન્દ્રો ભગવંતના દીક્ષા સમયને અવધિજ્ઞાન વડે જાણે છે. તેઓ પરિવાર સહિત ભગવંતની પાસે આવે છે. તેઓ સર્વ સમૃદ્ધિ વડે સર્વ પ્રકારે આઠ દિવસનો મહોત્સવ કરે છે. તે પછી ભગવંતો સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. તેઓ સર્વ શિક્ષાઓના રહસ્યને જાણે છે. તેઓનું ચિત્ત કેવળ મોક્ષમાં બંધાયેલું હોય છે. જે જે કાળે જે જે ઉચિત કરવું જોઈએ તે બધું તેઓ જાણે છે. તેઓ પૃથ્વીતલ ઉપર અપ્રતિબદ્ધ રીતે વિચરે છે અને પરિષહો અને ઉપસર્ગોને સહન કરે છે, તેઓ સમસ્ત બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે, તેથી નિગ્રંથ કહેવાય છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓથી તેઓ ધર્મ-ધ્યાનને સ્થિર કરે છે. તે પછી શાન્તિ આદિ આલંબનોથી શુક્લધ્યાન ઉપર આરૂઢ થાય છે. તે પછી ક્ષપકશ્રેણી દ્વારા ચાર ઘાતિકર્મનો ક્ષય કરે છે. તેથી સર્વદ્રવ્યો અને તેઓના સર્વ પર્યાયોનો સાક્ષાત્કાર કરતું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઘાતિકર્મનો ક્ષય થતાં જ શ્રી તીર્થકર ભગવંતોને વિશિષ્ટ પ્રકારની નામકર્મની પ્રકૃતિનો ઉદય થાય છે. તે તીર્થકર નામકર્મ કહેવાય છે. તેનો મહિમા આ રીતે છે : એક યોજન પ્રમાણ ભૂમિનું વાયુમાર દેવતાઓ પ્રમાર્જન કરે છે. મેઘકુમાર દેવતાઓ સુગંધિ જલથી સિંચન કરે છે. તુકુમાર દેવતાઓ પાંચ વર્ણનાં સુગંધિ પુષ્પોની વૃષ્ટિ કરે છે. અંતર દેવતાઓ મણિઓ, રત્નો અને સુવર્ણથી નિર્મિત એક યોજન પ્રમાણ પીઠબંધ તૈયાર કરે છે. તે પીઠબંધ ઉપર વૈમાનિક દેવતાઓ રત્નમય પ્રથમ પ્રાકાર બનાવે છે. તેના કાંગરાઓ મણિઓના હોય છે. તેને ચાર દ્વાર હોય છે. તે પતાકાઓ, તોરણો, ધજાઓ વગેરેથી સુશોભિત હોય છે. જ્યોતિષી દેવતા સોનાનો બીજો પ્રકાર બનાવે છે. તેને રત્નમય કાંગરાઓ હોય છે. તેને ચાર દ્વાર હોય છે. ભવનપતિ દેવતાઓ ત્રીજો રૂપાનો બાહ્ય પ્રાકાર રચે છે. તેને સોનાના કાંગરાઓ હોય છે અને ચાર દ્વાર હોય છે. કલ્યાણી ભક્તિને ધારણ કરનાર દેવતાઓ ચૈત્યવૃક્ષ, રત્નમય પીઠ, દેવચ્છંદ, સિંહાસન વગેરે અન્ય રચનાઓ પણ કરે છે. આ રીતે સમવસરણ (દશના સ્થાન)ની રચના થાય છે. 18 અરિહંતના અતિશયો