________________ તે પછી ભગવંત સોનાનાં નવ કમળો ઉપર પગ મૂકતા મૂકતા તથા ચારે પ્રકારના દેવતાઓથી પરિવરેલા સમવસરણમાં પધારે છે, તીર્થને પ્રણામ કરે છે અને સિંહાસન ઉપર પૂર્વાભિમુખવિરાજમાન થાય છે. એ વખતે દેવતાઓ બીજી ત્રણ દિશાઓમાં ભગવંતના ત્રણ રૂપની રચનાઓ કરે છે. આ રચના કરે છે દેવતાઓ, પણ થાય છે ભગવંતના અતિશયના પ્રભાવથી. તે વખતે બાર પર્ષદાઓ પોતપોતાના સ્થાનમાં બેસી જાય છે. તે વખતે ભગવંત યોજનગામિની, સર્વસંદેહનાશિની અને સર્વભાષાસંવાદિની એવી સર્વોત્તમ વાણી વડે ધર્મદેશના આપે છે. તે દેશના દ્વારા ભગવંત મોક્ષમાર્ગ બતાવે છે. તે ભગવાન જગતના ગુરુ, જગતના નાથ, જગતના તારક અનંત ગુણોના કારણે સર્વોત્તમ, અનંત શક્તિવાળા, અનંત મહિમાવાળા, ચોત્રીસ અતિશયોથી સહિત, અષ્ટ મહાપ્રાતિહાર્યોથી શોભતા, વાણીના પાંત્રીશ ગુણો વડે દેવતાઓ, અસુરો, મનુષ્યો અને તિર્યંચોને આનંદિત કરતા સર્વગુણસંપન્ન અઢાર દોષોથી રહિત હોય છે. તેઓ જઘન્યથી એક કરોડ ભક્તિવાળા દેવતાઓથી સદા સહિત હોય છે. આવા ભગવંત સ્વયં કૃતાર્થ હોવા છતાં પણ પરોપકાર માટે જગત ઉપર વિચરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - ચોત્રીશ અતિશયોથી સહિત, અષ્ટ મહાપ્રાતિહાર્યોથી શોભતા અને મોહથી રહિત એવા તીર્થકરોનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ.” ‘ચાર અતિશય જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણીસ દેવકૃત એમ ચોત્રીસ અતિશયો ભગવંતને હોય છે.' - “અશોકવૃક્ષ, દેવવિરચિત પુષ્પપ્રકર, મનોહર દિવ્યધ્વનિ, સુંદર ચામરયુગ્મ, શ્રેષ્ઠ આસન, ભામંડલથી દેદીપ્યમાન શરીર, મધુર નાદયુક્ત દુંદુભિ અને ત્રણ છત્ર, એમ ભગવંતના અષ્ટ મહાપ્રાતિહાર્ય કોના મનમાં પ્રમોદ ઉત્પન્ન કરતા નથી ?' -- “જેઓ ચોત્રીશ અતિશયોથી સહિત, અષ્ટ મહાપ્રાતિહાર્યથી શોભતા, વાણીના પાંત્રીશ ગુણોથી યુક્ત, અઢાર દોષોથી રહિત અને રાગ, દ્વેષ અને મોહરૂપ મહાશત્રુઓને જીતનારા છે, તેઓને જ જગતમાં દેવાધિદેવ એવું નામ શોભે છે.' આ રીતે ગુણસમૂહના કારણે મહાન, ત્રણે લોકમાં મહાન ખ્યાતિ પામેલા અને સર્વ દેવતાઓ, અસુરો અને મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ એવા ભગવંત પૃથ્વીતલ ઉપર વિચરીને કુમતરૂપ અંધકારનો નાશ કરીને સુમતરૂપ પ્રકાશ પાથરે છે. તેઓ અનાદિકાલીન પ્રબલ મિથ્યાત્વનો નાશ કરે છે, જ્ઞય ભાવોને જણાવે છે, ભવભ્રમણના કારણરૂપ અજ્ઞાનનો નાશ કરે છે અને અનેક ભવ્યજનોને પ્રતિબોધ કરે છે. અરિહંતના અતિશયો 39