________________ શરીર સૌન્દર્યનું, લાવણ્યનું, કાંતિનું, દીપ્તિનું અને તેનું પરમ અદ્દભુત ધામ હોય છે. સ્વર્ગમાં દેવદેવીઓ તે રૂપ આદિનું ગુણગાન અને ચિંતન કરે છે, પાતાલલોકમાં પાતાલવાસી દેવાંગનાઓ તેને સ્તવે છે અને મર્યલોકની અંદર મનુષ્યસ્ત્રીઓ તેનું ધ્યાન કરે છે. ખરેખર તેના જેવું રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલોકન, વચન, દર્શન, સ્પર્શન, શ્રવણ, ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, સમર્યાદવ, આર્યત્વ, દયાળુતા, અનુદ્ધતા, સદાચાર, મનઃસત્ય, વચનસત્ય, કામક્રિયાસત્ય, સર્વપ્રિયત્વ, પ્રભુત્વ, પ્રશાંતત્વ, જિતેંદ્રિયત્વ, ગુણિત્વ, ગુણાનુરાશિત્વ, નિર્મમત્વ, સૌમ્યતા, સામ્ય, નિર્ભયત્વ, નિર્દોષત્વ વગેરે જગતમાં બીજા કોઈમાં પણ હોતું નથી. ત્રણે લોકમાં અત્યંત અલૌકિક અને સૌથી ચડિયાતા ગુણોના સમૂહોના કારણે તે તીર્થકર ભગવંતો સૌથી મહાન છે અને તેથી જ સર્વત્ર મહાન પ્રતિષ્ઠા (કીર્તિ, યશ આદિ)ને પામેલા છે. તેઓ સર્વત્ર ઉત્તમ વિવેકથી વિવિધ કાર્યોને કરે છે અને સર્વત્ર ઉચિત જ આચરવામાં અત્યંત ચતુર હોય છે. આત્મામાં અભિમાન આદિ વિકારને ઉત્પન્ન કરનારાં સર્વોત્તમ જાતિ, કુલ, રૂપ, બલ, પ્રભુતા, સંપત્તિ વગેરે અનેક કારણો વિદ્યમાન હોવા છતાં પણ તેઓ સર્વત્ર નિર્વિકાર હોય છે. તેઓ જાણે છે કે વિષયસુખ અનંત દુ:ખનું કારણ છે અને સ્થિરતાનું નાશક છે, છતાં પૂર્વના ભવોમાં ઉપાર્જિત કરેલ તેવા પ્રકારના ભોગોને આપનાર કર્મોના બળથી તેઓ વિપુલ સામ્રાજ્ય લક્ષ્મીને ભોગવે છે. તે વખતે પણ તેઓ નિરૂપમ વૈરાગ્ય રંગથી રંગાયેલા હોય છે. જ્યારે તેઓ દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મીને ભોગવતા હોય છે, ત્યારે પણ તેઓ વિરક્ત જ હોય છે. સંસારમાં એવી કોઈ રમ્ય ભોગસંપત્તિ નથી કે જે તેઓના મનમાં રાગને ઉત્પન્ન કરી શકે. સંસારમાં એવી કોઈ વસ્તુ વાસ્તવિક રીતે સારભૂત નથી કે જે તેઓના મનને આકર્ષી શકે. એવું હોવા છતાં પણ તેઓ વિધિપૂર્વક ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે પુરુષાર્થો સિદ્ધ કરે છે. ચોથો પુરુષાર્થ જે મોક્ષ, તેની સાધનાનો હવે સમય થયો છે, એમ જાણતા હોવા છતાં પણ જ્યારે પાંચમા દેવલોકમાં રહેલા લોકાંતિક દેવતાઓ ભગવંત પાસે આવીને સાંવત્સરિક દાનના સમયને જણાવે છે, ત્યારે તેઓ દીક્ષાની તૈયારી કરે છે. પ્રભાત સમયે ભગવંત સ્વયં જાગૃત થાય છે, છતાં શંખ વગેરેના ધ્વનિઓથી તથા “જય જય' આદિ શબ્દોથી તેઓને સમયનો ખ્યાલ આપવામાં આવે છે. તે પછી ગામ, નગરો વગેરેમાં પટના વગાડવાપૂર્વક ‘વરવરિકા' કરાવવામાં આવે છે. વરવરિકા એટલે ‘દરેકને અરિહંતના અતિશયો