________________ તેઓના જન્મક્ષણે સર્વ શુભ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે, ત્રણે લોકમાં સર્વત્ર ઉદ્યોત થાય છે, અંતર્મુહૂર્ત સુધી નારીઓને પણ સુખ થાય છે, પ્રમુદિત થયેલા દેવતાઓ ભગવંતના ગૃહાંગણમાં રત્નોનાં, સોનાનાં અને રૂપાનાં આભરણોની, ઉત્તમ વસ્ત્રોની, પુષ્પોની અને સુગંધી જલની વૃષ્ટિ કરે છે. દેવતાઓ “જય જય” શબ્દથી આકાશને ભરી નાખે છે. દેવોની દુંદુભિઓ આકાશમાં હાથથી તાડન કર્યા વગર વાગતી જ રહે છે. સર્વ દિશાઓ પ્રસન્ન થય છે. સુગંધી અને શીતલ વાયુઓ વાય છે. પૃથ્વી ઉપરની ધૂળ સર્વત્ર શાંત થઈ જાય છે. પૃથ્વી સુગંધી અને શીતલ થાય છે. છપ્પન દિકુમારીઓ સુખકારક સૂતિકર્મ કરે છે. ચોસઠ ઇન્દ્રો મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરે છે, જગત ક્ષણવાર સર્વથા નિરુપદ્રવ, સમૃદ્ધિમય અને આનંદમય થઈ જાય છે. તે આ રીતે - દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોના પરસ્પરનાં વૈર નાશ પામે છે. લોકોનાં આધિ અને વ્યાધિ શમી જાય છે. લોકમાં ક્ષુદ્ર ઉપદ્રવો થતા નથી. શાકિનીઓ કોઈનું કાંઈ પણ અનિષ્ટ છે. ભૂત, પ્રેત વગેરેના ઉપદ્રવો ઉપશાંત થાય છે, લોકોનાં મન પરસ્પર પ્રીતવાળાં થાય છે. પૃથ્વીમાં દૂધ, ઘી, તેલ, ઈક્ષરસ વગેરેની વૃદ્ધિ થાય છે. સર્વ વનસ્પતિઓને વિશે પુષ્પો, ફળો અને નવકોમલ પત્રોની સમૃદ્ધિ થાય છે, મહાન ઔષધિઓના પોતપોતાના પ્રભાવમાં ઘણી જ વૃદ્ધિ થાય છે; રત્નો, સોનું, રૂપું આદિ ધાતુઓની ખાણોમાં તે તે વસ્તુઓની ઘણી જ અધિક ઉત્પત્તિ થાય છે. સમુદ્રોમાં ભરતી આવે છે. પાણીઓ અત્યંત સ્વાદિષ્ટ અને શીતલ થાય છે. બધાં પુષ્પો અધિક સુગંધવાળાં થાય છે. પૃથ્વીમાં રહેલાં નિધાનો ઉપર આવે છે. વિદ્યાઓ અને મંત્રોના સાધકોને સિદ્ધિઓ સુલભ થાય છે. લોકોના હૃદયમાં બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓનાં મન દયાથી આદ્ર થાય છે. મુખમાંથી અસત્ય વચનો નીકળતાં નથી. બીજાંઓનું ધન લઈ લેવાની બુદ્ધિ જાગતી નથી. કુશીલ લોકોનો સંગ હોતો નથી, કારણ કે લોકોમાં કુશીલતા જ હોતી નથી. ક્રોધ વડે પારકાનો પરાભવ હોતો નથી, કારણ કે ક્રોધ જ હોતો નથી. વિનયનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માન જ હોતો નથી. પારકાની વંચના હોતી નથી કારણ કે માયા જ હોતી નથી. લોકો ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરતા નથી, કારણ કે લોભ જ હોતો નથી. માનસિક સંતાપ હોતો નથી. પરને પીડા કરે તેવાં વચન કોઈ બોલતું નથી. કાયાથી અશુભ ક્રિયાઓ કોઈ કરતાં નથી. પાપ કરવાની બુદ્ધિ થતી નથી. લોકો સુકૃત કરીને મનઃશુદ્ધિવાળાં થાય છે. લોકનાં અરિહંતના અતિશયો 3