________________ દ્રવ્ય અરિહંત એટલે સ્વર્ગમાંથી ચ્યવન થતાં જ માતાના ગર્ભમાં આવેલા ભગવંતની ચ્યવન અવસ્થાથી માંડીને નિર્વાણ સુધીની બધી જ અવસ્થાઓ અને તે પછીની સિદ્ધાવસ્થા પણ દ્રવ્ય અરિહંત છે. તેમાં ફક્ત જ્યારે ભગવાન સમવસરણમાં ચતુર્મુખ વિરાજમાન થઈ ભવ્ય જીવોના હિતને માટે ધર્મદેશના આપતા હોય છે, ત્યારે તે ભાવ અરિહંત કહેવાય છે. આ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ : એ ચારે પ્રકારની અહિંદુ-અવસ્થાઓ વાત્સલ્ય ધારણ કરવા યોગ્ય છે. વાત્સલ્ય એટલે કે જે રીતે ઉચિત હોય તે તે સર્વ રીતે સંપૂર્ણ ભક્તિ કરવી તે. જગતમાં એવો શાશ્વત નિયમ છે કે જેને જેમાં અનન્ય શ્રદ્ધા હોય તે તેવો થાય જ. આ નિયમથી જ અરિહંતોના જીવોને જ અરિહંતો પ્રત્યે સર્વશ્રેષ્ઠ અહ-વાત્સલ્ય હોય છે. આ અહેવાત્સલ્યના મહાન પ્રભાવથી બધી જ ઉપાસનાઓમાં અપૂર્વ બળ, વીર્ય, પરાક્રમ, સામર્થ્ય વગેરે પ્રગટે છે અને તે સર્વશ્રેષ્ઠ બળ, વીર્યાદિના પ્રભાવે જ સર્વોત્તમ પુણ્યરૂપ શ્રી તીર્થંકર નામકર્મ બંધાય છે, એવી શ્રી મહાનિશીથ સૂત્રની વાણી છે. મારાથી પણ આ પ્રથમ સ્થાનક અહંદુ-વાત્સલ્યની યથાર્થ ઉપાસના થાય એ માટે શ્રી તીર્થકરના સ્વરૂપને જેમ બને તેમ અધિક શાસ્ત્રીય શબ્દોમાં જાણવાની જિજ્ઞાસા જાગી. પ્રયત્ન શરૂ થયો. જિનરૂપની ભાવના શ્રી વીતરાગ સ્તવના આધારે શરૂ કરી. તેથી ભગવાન પ્રસન્ન થયા અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય પણ. તેથી નવા નવા અપૂર્વ ભાવો આત્મામાં પ્રકાશિત થવા લાગ્યા અને તે બધા જ ગ્રંથરૂપે થાય, એવી ભાવના પ્રજ્વલિત-વધુ પ્રજ્વલિત થવા લાગી. તેનું સર્જન પ્રસ્તુત ગ્રંથશ્રેણિ છે. આ શ્રેણીમાં અનેક પુસ્તકો અનુકૂળતાએ પ્રગટ થશે. બધાં જ પુસ્તકોનો એક જ વિષય હશે - દેવાધિદેવ ભગવાન મહાવીર. (અરિહંતના અતિશયો-નવસંસ્કરણ) વાત્સલ્ય એ જ જગતમાં સર્વ રસોમાં ચરમ મહાન રસ છે. તે પ્રશાંત રસની પરાકાષ્ઠા છે, જે શ્રી તીર્થકરને જગતમાં પ્રગટ કરે છે. આ રીતે અહેવાત્સલ્ય નામ મારા મનમાં લાંબા કાળથી ઘોળાતું હતું પણ ગ્રંથશ્રેણિનું નામ પરિપૂર્ણ કેમ થાય એ એક મહાન પ્રશ્ન હતો. એટલામાં એક દિવસ જ્યારે હું ‘ભક્તામર સ્તોત્ર'નું ભાવપૂર્વક પારાયણ ઉપાશ્રયની ગેલેરીમાં બેસીને કરતો હતો, ત્યારે ઉનાળો હોવા છતાં આકાશમાં વાદળો દેખાયાં, વર્ષા થઈ, થોડાક છાંટા દેહ ઉપર પડ્યા અને ત્યાં જ પુષ્પરાવર્ત નામ મનમાં સ્ફર્યું. નિર્ણય થઈ ગયો નામનો. તે નામ હતું - શ્રી અહં વાત્સલ્ય પુષ્પરાવર્ત. પુષ્પરાવર્ત એટલે સર્વોત્તમ પ્રકારનો એક મેઘ, શાસ્ત્રીય શબ્દ છે, આ. ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજા “અમૃતવેલની સઝાયમાં અરિહંતના અતિશયો