________________
પુસ્તક ૧-લુ નાખે છે, તેવી જ રીતે કરણ એટલે ક્રિયાને પણ પરંપરા દ્વારા અવિરૂદ્ધપણે આચરવાની ફરજ જણાવે છે.
આ કારણથી ચૂર્ણિકાર ભગવંતેને પણ આવશ્યક અને ઉદેશદિકના વિધાન પરંપરાગત-સામાચારી પ્રમાણે જણાવવા પડે છે. - જો કે કેટલાકને એ શંકા જરૂર થાય કે
શાસ્ત્રકારોએ જ્ઞાનના આઠ આચારો બતાવતાં -અશુતકુમ એમ કહીને સૂત્ર, અર્થ અને તદુભાય એટલે સૂત્રાર્થ સંબંધી આચારના ભેદને અતિચાર તરીકે સૂચવેલા છે, પરંતુ ત્યાં કરણ નામનો ભેદ સૂચવવામાં આવેલ નથી, માટે તે કરણુ-પરંપરા ભેદ ને દૂષણ રૂપે જે ગણુવા ધારીએ તે તે માત્ર ચૂર્ણિકાર મહારાજના વચનના આધારે ગણી શકીએ, પરંતુ તેમાં સૂત્રકારને આગળ કરી શકીએ નહિ.”
આવું ધારવાવાળાઓએ સમજવાની જરૂર છે કે ક્ષાયોપથમિક સમ્યફ જ્ઞાનની અપેક્ષાએ એટલે આવશ્યકના ઉપગ રૂપી આગમથકી ભાવ આવશ્યકની અપેક્ષાએ સૂત્ર, અર્થ અને તદુભય પૂરતું જ આચારના પ્રકરણમાં જણાવ્યું હોય, અને તેથી આગમ ભાવાવશ્યક રૂપ ક્રિયાથી મિશ્રિત એવા આવશ્યકને ત્યાં જ્ઞાનાચારમાં શુદ્ધ જ્ઞાન અધિકારની અપેક્ષાએ ન જણાવ્યું હોય, તો તેમાં આશ્ચર્યજ નથી.
વળી તે જ્ઞાનાચારની ગાથા જાણનારા અને માનનારા મનુષ્યને કાલ-વિનય–બહુમાન અને ઉપધાન નામના આચારે પણ જે માન્ય હોય તે તેને વિનય, બહુમાન અને ઉપધાનની રીત શાસ્ત્રકારની પરંપરાને અનુસરતી વિનય, બહુમાન અને ઉપધાનની ક્રિયાને લેવામાં આવે અને તે પ્રમાણે વર્તવામાં આવે તેજ જ્ઞાનાચાર થાય, પરંતુ તે પરંપરાગત વિનય, બહુમાન અને ઉપધાનની ક્રિયાથી વિરૂદ્ધપણે વર્તવામાં આવે તે જ્ઞાનાચારમાં દૂષણ લાગે, અગર જ્ઞાનાચારમાં