________________
આગમત એટલે સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે–
સાધુમહાત્માઓને જેમ યતિધર્મ વગેરે આચાર ફરજીયાત છે, તેવીજ રીતે ચૈત્યવંદનની ક્રિયા કરવાનું, તેમજ અનેક વખત ચિત્યવંદન કરવાનું પણ ફરજીયાત છે.
એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે –
જેમ જ્ઞાનાચારની શુદ્ધિને માટે વંદન અર્થાત ગુરૂવંદન નામના ત્રીજા આવશ્યકની મોક્ષાભિલાષીઓને જરૂર છે, અને સમ્યક્ત્વની સામાન્ય શુદ્ધિ માટે જેમ ચતુર્વિશતિસ્તવ એટલે લેગસર વિગેરેની જરૂર છે, તે રીતે આ ભવમાં દર્શનાચારની શુદ્ધિને માટે અને ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટે ચૈત્યવંદનની આવશ્યકતા છે અને તે શારાથી પણ સિદ્ધ છે.
અર્થાત્ મુખ્યતાએ શ્રમણભગવંતને અને તેમના ઉપાસકપણાને ધારણ કરનારા એવા શ્રમણોપાસકવર્ગને ચૈત્યવંદનની ક્રિયા આત્મશુદ્ધિ માટે ફરજીયાત છે.
પણ એક વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે ઉપર જણાવ્યા પ્રમાણે જે ચૈત્યવંદનની ક્રિયા અને સંખ્યા ફરજીયાતપણે કરવાની કે જણાવવામાં આવેલી છે, તેમાં કેટલીક ચત્યવંદનની ક્રિયા પરંપરાની અપેક્ષાએ પ્રણિધાનવાળી છે અને કેટલીક ચિત્યવંદનનની ક્રિયા પ્રણિધાન વગરની પણ છે,
પરંતુ શ્રદ્ધા વાચકવર્ગ એ વાત સહેજે સમજી શકે તેમ છે કે- શાસ્ત્રકારો સૂત્ર, અર્થ અને તદુભયની આરાધના કરવાનું જેમ પરંપરા દ્વારા જણાવે છે, તે રીતે કરણ એટલે ક્રિયાને પણ પરંપરાદ્વારા આરાધવાનું જણાવે છે, તેથી ચૂર્ણિકાર ભગવંત કુત્તો, અરથો, તડુમથકો શાળા છે એમ કહી સૂત્ર, અર્થ અને તદુભયને જેમ પરંપરાથી અવિરૂદ્ધપણે માનવાની ફરજ સમ્યગૃષ્ટિને શિરે,