Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સ્વ-સ્વભાવને છોડીને પરપદાર્થોમાં રમણ કરવાને કારણે જીવોને કર્મનો બંધ થાય છે. કર્મબંધ આત્માને અકર્તવ્યમાં કર્તવ્યબુદ્ધિ કરાવે છે. આથી અનંત જ્ઞાન- દર્શન અને ચારિત્રના ગુણવાળા આત્માનો સ્વભાવ હંમેશાં ઊર્ધ્વગમનશીલ હોવા છતાં લોહચુંબક જેવા કર્મોના કારણે તે સંસારચક્રના ભ્રમણમાંથી બહાર નીકળી શકતો નથી.. મરૂમંત - રિધમર્ (ત્રિ.) (અતિશય અવાજ કરતું) એક છે, જે અજ્ઞાની હોય અને બીજા તે, જે સંપૂર્ણ જ્ઞાની હોય. એવાઓને તત્ત્વ સમજાવવું સુલભ છે, પરંતુ અલ્પજ્ઞાની હોવા છતાં પોતાને પૂર્ણજ્ઞાની માનનારાઓને તત્ત્વબોધ કરાવવો અત્યંત દુષ્કર છે. કેમકે આવા લોકોને તત્ત્વબોધથી નહીં પરંતુ પોતે પણ કંઈક જાણે છે તેવું દેખાડવાનો મોહ હોય છે. વ્યવહારમાં પણ દેખાય છે કે, જે ઘડામાં પાણી ઓછું હોય તે અવાજ વધારે કરતો હોય છે. થાડિય - મતિયાદિત (ત્રિ.). (બ્રમિત કરાયેલું, ફેરવી દીધેલું) જેમ વાછરડું હજારો ગાયોની વચ્ચેથી પણ પોતાની માતાને ઓળખી લે છે, તેમ કોઇપણ ભવમાં કરેલા શુભાશુભ કર્મ જીવને ક્યાંયથી પણ શોધી લે છે અને જન્મ-મરણરૂપી સંસારચક્રમાં અનંતકાળ સુધી ભ્રમણ કરાવ્યા કરે છે. જીવને ભવોભવ ભ્રમિત કરી રાખે છે. અફઘુત્ત તિધૂર્ત (ત્રિ.) (ભારે કર્મી, જેને આઠ પ્રકારના કર્મો ઘણા છે તે, બહુલકર્મી) આગમોમાં કહેવું છે કે, જીવ પ્રતિક્ષણ નવા નવા કર્મો બાંધતો હોય છે અને આ કર્મો અતિપૂર્ત સ્વભાવના કહેલા છે. પૂર્વ માણસોનો જેમ વિશ્વાસ ન કરાય તેમ આઠ પ્રકારના કર્મો જીવને ક્યારે ઠગી લે તે કહી શકાય નહીં. માટે ખરાબ કાર્યો કરતી વખતે સો વાર ખચકાશો. મહિર - અતિપતિ (ત્રિ.) (અત્યંત ગર્વિષ્ઠ, અતિ અભિમાની, અલ્પજ્ઞાનનું મિથ્યા અભિમાન કરનાર 2. દુઃશિક્ષિત) અજ્ઞાની જીવને સત્યનો બોધ કરાવવો હજી સહેલો છે પરંતુ જે અંશમાત્ર જ્ઞાન થવાથી પોતાને મહાજ્ઞાની સમજે છે એવા મનુષ્યને નની પ્રાપ્તિ થવી અત્યંત કઠિન છે. થોડા જ્ઞાનથી પોતાને મહાપંડિત માનનારને બ્રહ્મા પણ પ્રતિબોધિત કરવામાં સમર્થ નથી. તેથી જ્ઞાનપ્રાપ્તિ માટે વ્યક્તિએ જિજ્ઞાસુ હોવું જરૂરી છે, નહીં કે અલ્પબોધથી પોતાને જ્ઞાની માની લેવું. કફ (f) પંgવસના - તિરાડુખ્યશિના (સી.) (મેરુ પર્વત પર દક્ષિણ દિશા સ્થિત જિન અભિષેક શિલા) મેરુ પર્વત પર ચારેય દિશાઓમાં ચાર મહાશિલા છે. પ્રત્યેક શિલા પર ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રના તે-તે દિશાના તીર્થકર ભગવંતોનો અભિષેક ચારેય નિકાયના દેવો દ્વારા કરવામાં આવે છે. અતિપાંડુકંબલ નામની શિલા મેરુ પર્વતની દક્ષિણ દિશાએ રહેલી છે. અપકા - ત્તિપતિ (સ્ત્રી.) (એક પતાકા ઉપર બીજી, ત્રીજી આદિ પતાકા, ધ્વજા ઉપર રહેલી અન્ય ધ્વજા) સંસારમાં ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી શ્રીતીર્થકર ભગવંતોના સાંનિધ્યમાં ઇંદ્ર ધ્વજ રહે છે. જેમાં એકની ઉપર એક એ પ્રમાણે એક હજાર પતાકાઓ હોય છે. આ જ પ્રમાણે પરમાત્માની રથયાત્રામાં ઇન્દ્ર ધ્વજના પ્રતીકરૂપે નાની-નાની પતાકાવાળો ઇન્દ્ર ધ્વજ રહે છે. જે પરમાત્માના અખંડ ધર્મ-સામ્રાજયનો દ્યોતક છે. અરૂપિમ - સતિપરિણામ (કું.) (શાસ્ત્રોક્ત અપવાદ કરતાંય વધુ અપવાદ સેવનાર, અપવાદમતિ, ઉસૂત્રમતિવાળો) પરિવર્તનશીલ આ સંસારમાં જન્મ-મરણ, ઉત્પત્તિ-વિનાશ, નવું-જુનું થવું એ વિભાવદશા છે જ્યારે આત્મરમણતા અને પુદ્ગલો પ્રત્યે અનાસક્ત ભાવ એ સ્વભાવદશા છે. ચાલો, આપણે વિભાવદશાનો ત્યાગ કરીએ અને સ્વભાવદશામાં આવી વસીએ.