________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૨
તેથી તે પ્રમાણ લેખાય તો સર્વ શાસ્ત્રસંમત પરિશુદ્ધ દયાના પ્રતિપાળ જૈનો વેદબાહ્ય કેવી રીતે કહી શકાય ? પુરાણમાં જણાવ્યું છે.
सर्वे वेदा न तत्कुर्युः सर्वे यज्ञाश्च भारत । सर्वे तीर्थाभिषेकाश्च यत्कुर्यात् प्राणिनां दया ॥
અર્થ :- ‘હે યુધિષ્ઠિર ! પ્રાણિની દયા જે (કલ્યાણ) કરે છે તે બધા વેદો, સર્વયશો અને સકલતીર્થના અભિષેકો પણ કરી શકતા નથી.
આમ નિરંતર ગુરુ મહારાજના સંસર્ગે જ્ઞાન-બોધ ઉપલબ્ધ થતા રાજાને જિનધર્મની વાસ્તવિકતા સમજાવા લાગી. ધીરે ધીરે પોતાના સંશય પૂછીને તેનું નિરાકરણ કરવા લાગ્યા. જેમ જેમ ગુરુ મહારાજને પાસેથી નિહાળવા લાગ્યા તેમ તેમ તેમની સર્વતોમુખી પ્રતિભાના દર્શન તેને થવા લાગ્યા. એકવાર રાજાએ પૂછ્યું - ‘દયાળ, લોકો કહે છે કે, જૈનો પ્રત્યક્ષ દેવ જેવા આ સૂર્યનારાયણને પણ નથી માનતા.'
પ્રસન્નવદને સુવર્ણવાન હેમચંદ્રસૂરીશ્વરજીએ કહ્યું - ‘રાજા, માત્ર હાથ જોડવાથી કે માથું નમાવવાથી જ માનવા ન માનવાનું માપ કાઢવું તે ઉચિત નથી. વસ્તુની વાસ્તવિકતાની જાણ થાય ત્યારે તેને તે રીતે માનવામાં આવે જ. વસ્તુના સ્વરૂપનો બોધ થયા પછી માનવા ન માનવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. જુઓ સ્કંદપુરાણમાં રૂદ્રપ્રણિત કપાલમોચનસ્તોત્રમાં સૂર્યની સ્તુતિ આ પ્રમાણે કરવામાં આવી છે.
त्वया सर्वमिदं व्याप्तं ध्येयोऽस्ति जगतां रवे ।
त्वयि चास्तमिते देव ! आपो रुधिरमुच्यते ॥ १ ॥ त्वत्करैरेव संस्पृष्टा आपो यांति पवित्रताम् ।
અર્થ :- હે સૂર્યદેવતા ! તમારાથી અખિલ જગત વ્યાપ્ત છે, તમે જગતમાં ધ્યેય છો-ધ્યાન ધરવાને યોગ્ય છો. તમે અસ્ત થતા પાણી રુધિર જેવું (ન પી શકાય તેવું) કહેવાય છે. તમારા કિરણોથી સ્પર્શેલું પાણી પવિત્ર થાય છે.
રાજા, આ વાક્યોથી તમે સારી રીતે સમજી શક્યા હશો કે વસ્તુતઃ સૂર્યને કોણ માને છે? એક તરફ પાણીને સૂર્યની અનુપસ્થિતિમાં લોહી કહીને પીનારા કે સૂર્યાસ્ત પછી આહાર-પાણીનો સંપૂર્ણ ત્યાગ કરનારા ? વળી, આ સૂર્યભક્તોને કોઈ પંડિતે રમૂજમાં આ રીતે ઉઘાડા પાડ્યાં છે. पयोदपटलैश्छन्ने नाश्नन्ति रविमंडले ।
अस्तंगते तु भुंजाना अहो । भानोः सुसेवकाः ॥
1
અર્થ :- મેઘપટલોથી સૂર્ય ઢંકાઈ ગયો હોય ત્યારે આ સૂર્યના સુસેવકો જમતાં નથી અને