________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
षट्त्रिंशदंगुलायामं विंशत्यंगुल-विस्तृतम् ।
द्दढं गलनकं कार्यं, भूयो जीवान् विशोधयेत् ॥ અર્થ:- છત્રીશ આગળ લાંબુ, વીશ આંગળ પહોળું એવું ગરણું રાખી પાણી ગાળવું અને ફરી ફરી જીવોની રક્ષા કરવી. લીંગપુરાણમાં આમ કહ્યું છે
ત્રીશ આગળ લાંબુ ને વશ આંગળ પહોળું વસ્ત્ર બેવડું કરી તેનાથી પાણી ગાળીને પીવું. ગરણામાં આવેલા જીવોને પાછા પાણીમાં સાવધાનીપૂર્વક સ્થાપે, આવું પાણી પીનાર ઉત્તમ ગતિને પામે છે. ઉત્તરમીમાંસામાં પણ જણાવ્યું છે કે
लूनास्यतंतुगलिते ये विन्दौ संति जन्तवः ।
सूक्ष्मा भ्रमरमानास्ते नैव मांति त्रिविष्टपे ॥ અર્થ - કરોળીયાના મુખમાંથી ગળી તાંતણારૂપે પડેલા એક બિંદુમાં જે સૂક્ષ્મ જીવો રહેલા છે, જો તેમના શરીર ભમરા જેવડા થાય તો ત્રણે લોકમાં ન સમાય. (જો કરોળીયાની લાળમાંજે મુખમાંથી તાજી જ પડેલી છે, તેમાં આટલા જીવ હોઈ શકે તો, પાણીમાં હોવા સ્વાભાવિક છે.) મીમાંસામાં જ લખ્યું છે કે
कुसुंभ-कुंकुमाम्भोवन् निचितं सूक्ष्म-जंतुभिः ।
तद्दढेनापि वस्त्रेण शक्यं न शोधितं जलम् ॥ જેમ કુસુંભનું કે કુમકુમનું પાણી તેના કણોથી વ્યાપ્ત હોઈ તે રંગવાળું થઈ જાય છે ને કપડાથી ગળવા છતાં તે પાણી પાછું સ્વચ્છ થતું નથી. તેમ આ પાણી પણ સૂક્ષ્મ જંતુઓથી વ્યાપ્ત હોય છે. જાડા ગરણાથી પણ તે જીવોથી જળને શોધિત (રહિત) કરવું શક્ય નથી.
આમ વર્તમાન સર્વ ધર્મશાસ્ત્રોના પ્રમાણપૂર્વક શ્રી હેમચંદ્રસૂરિજીએ રાજાને કહ્યું – “દયા વિના ધર્મનું અસ્તિત્વ કલ્પવું પણ શક્ય નથી. માટે રાજા ભ્રાંતિ છોડી દયામય ધર્મમાં સ્થિર થાવ.” આ સાંભળી દયાના મહિમાને સમજતા રાજાએ ફરી પૂછ્યું – “ભગવન્! આપનું જ્ઞાન અગાધ ને જીવન અતિ ઉન્નત છે. તો લોકો એમ કહે છે કે – “વેદબાહ્ય હોઈ જૈનો નાસ્તિકો છે?' કોઈ ને કાંઈ પણ કહેવું તે આપણી સમજણ પર આધારિત છે. કોઈ તમારા કે મારા માટે આપણે હોઈએ તેથી અનુકૂળ વિપરીત આપણને કહે, તેમ બની શકે. ખરી વાત તો એ છે કે જ્યાં જેનો
સ્વાર્થ હણાય ત્યાં માણસ વિપરીત બોલવા લાગે, વેદો કર્મમાર્ગના પ્રવર્તક છે અને જૈનો નિષ્કર્મમાર્ગને અનુસરનારા છે. તેઓ વેદને પ્રામાણ્ય કેમ કરી આપે? ઉત્તર મીમાંસામાં કહ્યું છે કે – “વેદ અવેદ છે, લોક અલોક છે અને યજ્ઞ તે અયજ્ઞ છે. કેમકે વેદમાં અવિદ્યા કહેલી છે. વળી રુચિપ્રજાપતિસ્તોત્રમાં પુત્ર પિતાને પૂછે છે કે – “હે તાત! વેદમાં કર્મમાર્ગ તો અવિદ્યારૂપ છે, તો પછી મને કર્મમાર્ગનો ઉપદેશ શા માટે આપો છો?' રાજા, જો વેદમાં થોડી પણ દયા કહેલી છે.