Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૭
બ્રહ્મદત્તને આપેલ બોધ, તેની નિષ્ફળતા, એક બ્રાહ્મણે લીધેલ વૈર, બ્રહ્મદત્તનું અંધ થવું, તેના અધ્યવસાયની કુરતા અને મૃત્યુ પામીને સાતમી નરકે જવું એટલી હકીકત સમાવી છે.
બીજા સર્ગમાં–શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર શરૂ કરી તેમના પૂર્વ ભવોનું વર્ણન આપેલું છે. તેમાં દરેક ભાવમાં પાર્શ્વનાથના જીવને એક પક્ષના થરથી પણ કેવા કેવા ઉપસર્ગો સહન કરવા પડ્યા છે તે વિચારવાને ધ્યાનમાં રાખવા યમ છે.
ત્રીજા સગમ–પાર્શ્વનાથને જન્મ, પ્રભાવતીના પિતાને સહાય કરવા જવું, પ્રભાવતીનું પાણિગ્રહણ, કમઠ તાપસને મેળાપ, પ્રભુએ લીધેલ ચારિત્ર, મેઘમાળીએ કરેલ ઉપસર્ગ, ભગવંતને થયેલ કેવળજ્ઞાન, તેમની દેશના અને ગણધરાદિની સ્થાપના એટલી હકીકત સમાવી છે
ચેથા સર્ગમાં–પ્રભુને વિહાર, સાગરદત્તનું ટૂંક વૃત્તાંત, બંધુદત્તનું વિસ્તૃત વૃત્તાંત, ભગવંતને પરિવાર અને ભગવંતનું નિવણ એટલી હકીકત સમાયેલી છે અને નવમું પર્વ સમાપ્ત કરવામાં આવ્યું છે.
ઉપર પ્રમાણે આ માને ૯મા પર્વની અંદર અનેક મહાપુરૂષના ચરિત્રને સંગ્રહ કરેલો છે. તેને મનનપૂર્વક વાંચનાર અનેક પ્રકારના લાભ મેળવી શકે તેમ છે. પ્રારંભમાં પ્રસ્તાવનાની રે કરીને કથારસિક વાંચનારાઓને રોકી રાખવા તે એમ લાગતું નથી, તેથી આ પ્રસ્તાવના ટૂંકામાં જ સમાપ્ત કરવામાં આવે છે. પ્રથમના પર્વેની બીજી આવૃત્તિ છપાવતાં તેની અંદર જેટલા વિસ્તારથી વિષયાનુક્રમણિકા બાપેલી છે તેટલાક વિસ્તારથી આ ત્રીજી આવૃત્તિની અંદર પણ આપવામાં આવી છે. તે વાંચવાથી આ બંને ૫ર્વની અંદર આવેલું તમામ રહસ્ય સમજી શકાય તેમ છે, તેથી તે વાંચવાની ભલામણ કરીને વિરમવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org