Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર.
આ પર્વ ૮-૯ની પ્રસ્તાવના આ ચરિત્ર મૂળ સંસ્કૃત પદ્યાત્મક શ્રીમાન હેમચંદ્રસૂરિ કળિકાળસર્વાનું બનાવેલું છે. તેને દશ વિભાગ પર્વની સંજ્ઞાએ કરેલા છે. તે પૈકી આ બુકની અંદર તમો ને ૮મો બે વિભાગ સમાવેલા છે. આઠમા પર્વના પ્રમાણમાં નવમું પર્વ નાનું છે. આઠમા પર્વના ૧૨ સર્ગ પાડેલા છે. નવમા પર્વને ચાર સગ” છે.
આઠમા પર્વની અંદર મુખ્યત્વે ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથનું અને ૯મા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર અને જરાસંધનું, એમ ૪ શલાકા પુરૂષનાં ચરિત્રો છે. પ્રથમના સાત પમાં એકંદર ૨ા તીર્થકરો, ૧૧ ચક્રવતીઓ અને આઠ વાસુદેવાદિ ત્રીપુટીના ૨૪-કુલ ૫૬ શલાકા પુરનાં ચરિત્ર આવેલાં છે. આઠમા પર્વમાં તેની કુલ સંખ્યા ૬૦ની થાય છે. પર્વ (મામાં એક તીર્થંકર અને એક ચક્રવતીબે શલાકા પુરૂષનાં ચરિત્ર છે, અને દશમા પર્વમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું એક જ ચરિત્ર છે. આ પ્રમાણે ત્રેસઠ શલાકા પુરૂષોનાં ચરિત્રને સમાવેશ કરવામાં આવ્યું છે.
આઠમા પર્વની અંદર ૪ શલાકા પુરૂષ ઉપરાંત વસુદેવનું ચરિત્ર ઘણું વિસ્તારથી આપેલું છે. વસુદેવે પૂર્વ ભવે શ્રીવલ્લભ થવાનું નીમાણું કરેલું હોવાથી તેને જેનાર દરેક સ્ત્રી તેના ઉપર મોહ પામી જતી હતી. તેથી ચક્રવતી કરતાં પણ તેને વધારે સ્ત્રીઓ થઈ હતી. તેમણે પાણિગ્રહણ કરેલી ૭૨,૦૦૦ સ્ત્રીઓ પૈકી ૩૬,૦૦૦ સ્ત્રીઓ તે સિહાચળ ઉપર સિદ્ધિપદને પામેલી છે. તેમનું સુવિસ્તૃત ચરિત્ર વસુદેવ હિંડી નામના પ્રથમાનુયોગ તરીકે પ્રસિદ્ધિ પામેલા ગ્રંથમાં છે. તે ગ્રંથના ત્રણ ખંડે પિકી બે ખંડ ઉપલબ્ધ થાય છે, શ્રી હેમચંદ્રાચાર્ય આની અંદર દાખલ કરેલ ચરિત્ર તેમાંથી જ ઉદ્ધારેલ જણાય છે. આ બુકમાં પૃષ્ઠ ર૭થી ૧૧૦ સુધી તો ખાસ તેમનું ચરિત્ર છે. તેની અંદર નળ દવદંતી (દમયંતી)ના ચરિત્રને પણ પૃષ્ઠ ૬૭થી ૧૦૭ સુધીમાં સમાવેશ છે. નળને દવદંતી મૃત્યુ પામીને સૌધર્મેન્દ્રના કપાળ કુબેર ને તેની દેવાંગના થયેલ હતા. તે પૈકી દેવાંગનાનું આયુષ્ય ઓછું હેવાથી તે ત્યાંથી આવીને રાજપુત્રી કનક વતી થયેલી છે. તેના સ્વયંવરમાં વસુદેવનું અનાયાસે આવવું થાય છે અને કુબેર પણ પૂર્વ ભવના સ્નેહથી ત્યાં આવે છે. વસુદેવ દાક્ષિમતાને લીધે કુબેરનું દૂતપણું કરવા કનકવતી પાસે જાય છે, પરંતુ કનકવતી વસુદેવને જ પરણે છે. હકીકત ખાસ ધ્યાન દઈને વાંચવા લાયક છે.
આ પર્વમાં પાંચ પાંડવોનું ચરિત્ર પણ સમાવેલું છે, પરંતુ તે બહુ સંક્ષેપમાં આપેલું છે, વનવાસની અને છેલ્લા વર્ષના અજ્ઞાતવાસની હકીકત બીલકુલ આપેલી નથી અને પાંડવ કૌરવના મહાભારત યુદ્ધને સમય પણ કૃષ્ણ જરાસંધના યુદ્ધની અંદર કરવામાં આવ્યો છે. દ્રૌપદીના હરણ વિગેરેની કેટલીક હકીકત વિસ્તાર આપી છે, પરંતુ તેમનું વિસ્તૃત ચરિત્ર જાણવા-વાંચવાની ઇચ્છાવાળાને તૃપ્તિ થાય તેટલી હકીકત આ પર્વમાં માપેલી નથી.
- IV
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org